જામનગર : જીલ્લામાં હજુ ડીગ્રી વગરના કેટલા ડોક્ટર્સ? વધુ એક પકડાયો

0
207

જામગનર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે એસઓજી અને આરોગ્ય વિભાગે દરોડો પાડી એક સખ્સને  વગર ડીગ્રીએ તબીબી પ્રેક્ટીસ કરી જનઆરોગ્ય સાથે ચેડા કરતા પકડી પાડ્યો હતો. કલીનીક ચલાવતા સખ્સ પાસેથી દવા સહિતનો જથ્થો કબજે કરી સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોકટરો ઉતરી પડ્યા હોય તેમ સમયાંતરે તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પરથી સાબિત થઇ રહ્યું છે. ગઈ કાલે સ્પેશયલ ઓપરેશન ગ્રુપ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે કાલાવડ તાલુકાના ખરેડી ગામે દરોડો પાડ્યો હતો. અહી રહેતો અંકીતભાઇ શાંતીલાલ બાલધા રહે હાલ ખરેડી ગામ બાપા સીતારામ ચોક તા.કાલાવડ જી.જામનગર મુળ રહે ધોરાજી કુંભારવાડા વડલી ચોક જી.રાજકોટ વાળો સખ્સ કોઇ મેડીકલ ડોકટર ને લગત કોઇ ડીગ્રી ધરાવતો ન હોવા છતા પોતાના કબ્જામા દવાઓ તથા સાધનો રાખી પકડાઈ ગયો હતો. પોલીસે આ સખ્સના કલીનીક પર દરોડો પાડી તેના કબજાના કલીનીકમાંથી સ્ટેથોસ્કોપ અને દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ સખ્સની સામે મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here