લ્યો બોલો : આ સ્વામી ને તડીપાર કરવા નોટીશ, કોણ છે સ્વામી ? શું હતો વિવાદ

0
613

જામનગર : ગઢડા ગોપીનાથજી મંદિર ના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડીપાર કેમ ન કરવા તેવી નોટીશ પાઠવવામાં આવી છે. જો સંતોષકારક પ્રત્યુતર નહી પાઠવવામાં આવે તો વિવાદાસ્પદ સ્વામીને છ જિલ્લાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે.

 ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીની મુશ્કેલીમાં વધારો થયો છે. ભૂતકાળમાં એસપી સ્વામી અને ડીવાયએસપીના વિવાદને લઈને ગઢડા અને સ્વામી રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ બન્યા હતા. આ ઘટનાંઓ બાદ પણ નાના મોટા વિવાદો સામે આવતા રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રના વધુ એક કડક નિર્ણયને લઈને બોટાદ અને એસપી સ્વામી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એસપી સ્વામી ના ૨૧ કરોડના ભ્રષ્ટાચાર ને નકારી આચાર્ય પક્ષ દ્વારા ગેરકાયદેસર રીતે સત્તા પરિવર્તનની વાત તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. ત્યારબાદ આ વિવાદમાં સ્થાનિક ડીવાયસેપી પણ સપડાયા હતા. ત્યારથી ગઢડા રાજ્યભરમાં ટોકિંગ પોઈન્ટ બની ગયું હતું. છેલ્લા છ માસના સમીકરણો હજુ ચર્ચામાં જ છે ત્યાં બોટાદના નાયબ કલેકટર દ્વારા એસપી સ્વામી સામે તડીપારના પગલાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જેમાં સ્વામીને બોટાદ ઉપરાંત જિલ્લાને સ્પર્શતા અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ જિલ્લાઓમાં પ્રવેશબંધી કેમ ન કરવી એવી નોટીશ પાઠવવામાં આવી છે. તંત્ર દ્વારા એસ પી સ્વામી ને  25 માર્ચ સુધી માં શા માટે તડીપાર ન કરવા તેનો જવાબ આપવા નોટીસ ફટકારી છે. લોક ડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ તેમજ 2007 રોડ વિવાદનો  નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું એસપી સ્વામીએ જણાવ્યું છે. વધુમાં હાઇકોર્ટમાં મંદિર મામલે ચાલતા કેશમાં ડી.વાય.એસ.પી રાજદીપસિંહ નકુમ દ્વારા કેસ પાછા ખેંચવા દબાણ કરવામાં આવતો હોવાનો પણ એસ.પી.સ્વામીએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત એફ.આઈ.આર મામલે સી.બી.આઈ. તપાસ થાય તેવી એસ.પી.સ્વામીએ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here