ધ્રોલ : બે કારમાં આવેલ સખ્સોએ વાડીમાં ઘુસી યુવાનના ટાંટિયા ભાંગી ચલાવી લુંટ

0
569

જામનગર :
જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકા મથક સોયલ ગામ પાસે આવેલી એક વાડીમાં કાર સાથે ધસી આવેલા સાત સહિત 11 શખ્સોએ દલિત યુવાનને આંતરી લઇ લાકડીઓ વડે આડેધડ માર મારી બન્નેે પગના ભાગે ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી, રૂા.70 હજાર અને બે મોબાઇલની લુંટ ચલાવી, જાતિ અપમાનીત કરી નાશી ગયા હતા. ધંધાખારના હિસાબે દલિત યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. ધ્રોલ પોલીસે હુમલો, લુંટ અને જાતિ અપમાનીત કર્યાની ફરિયાદ નોંધી નાશી ગયેલા સાતેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.


જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ નજીક આવેલા સોયલથી નથુવડલા વચ્ચેના રોડ પર આવેલ સવજીભાઇ હિરજીભાઇ પરમારની વાડીમાં ગત તા.11મી ના રોજ રાત્રે નવેક વાગ્યે અમુક શખ્સો કાર સાથે ધસી આવ્યા હતા. જયાં સવજીભાઇના ભાઇ શૈલેશભાઇ પરમારને આંતરી લઇ બે કારમાંથી ઉતરેલા ટીડાભાઇ વજાભાઇ ભરવાડ, હકાભાઇ ટીડાભાઇ ભરવાડ, નવઘણ ટીડાભાઇ ભરવાડ, સંજય ટીડાભાઇ ભરવાડ, નોંઘાભાઇ સોંડાભાઇ ભરવાડ, સોંડાભાઇ વજાભાઇ ભરવાડ અને ક્રિપાલસિંહ ઉર્ફે કવો મહિપાલસિંહ જાડેજા તેમજ અન્ય ચાર સહિત 11 શખ્સોએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ આ તમામ શખ્સોએ લોંખડના પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરી શૈલેષભાઇના બન્ને પગના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચાડી હતી. તેમજ જમણા હાથના ભાગે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી ત્યારબાદ યુવાન પાસેથી રૂા.70 હજારની રોકડ અને બે મોબાઇલ ફોનની લુંટ ચલાવી તમામ આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનીત કરી વાણિ વિલાસ આચર્યો હતો. આ બનાવ અંગે સવજીભાઇ પરમારે ધ્રોલ પોલીસ દફતરમાં તમામ શખ્સો સામે આઇપીસી કલમ 395, 397, 294(ખ) તથા એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસ.ટી. એસ.સી. સેલના ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here