જામનગર : લવ મેરેજ કરનાર યુવતીને પડ્યું દુખ, પછી ભર્યું આવું પગલું

0
502

જામનગર : જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં સિતારામ સોસાયટીમાં રહેતા પતિએ પત્નીને દુ:ખત્રાસ આપતા તેણીએ ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરી લેતા ચકચાર જાગી છે. પતિ સાથે પ્રેમ લગ્ન કર્યાના 15 દિવસ બાદ જ આરોપીએ ત્રાસ ગુજારતા તેણીએ આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં જકાત નાકા પાસે આવેલા સીતારામ નગરમાં રહેતી મૌસમીબેન રવિભાઇ ડોંગરા નામની મહિલાએ  ગઇકાલે રાત્રે ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  આ બનાવ અંગે જાણ થતા સીટી સી ડિવિઝન પોલીસે તેણીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં આ પગલા પાછળ તેના પતિનો ત્રાસ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. તેણીએ તેના પતિ વિરૂધ્ધ 498(ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં  આરોપી સાથે તેણીએ બે વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોવાનું અને લગ્નના 15 દિવસ બાદથી લઇ આજ દિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી પતિ રવિ ડોંગરાએ અવાર-નવાર નાની-નાની બાબતોમાં ઝઘડો કરી બિભત્સ વાણી વિલાસ આચરી માનસીક દુ:ખ ત્રાસ આપી હેરાન કરતા પેણીએ કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનું જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે પોલીસે તેણીના પતિની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here