ધોખાધડી : રાતને રંગીન બનાવવા સ્ત્રી મિત્રએ ફોન કરી સિક્યુરીટી ઇન્ચાર્જને બોલાવ્યો, પણ સ્વપ્ન રોળાયું…થયું આવું…

0
577

જામનગર : જામનગર સહિત રાજ્યભરમાં હની ટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. લટકા પટકા કરતી સ્ત્રીની મોહજાળમાં ફસાઈ ગયેલ અનેક રંગીન મિજાજી સખ્સો પોલીસ દફતરના પગથીયા ચડી ચુક્યા છે. ત્યારે આવી જ એક સ્ત્રી મિત્રએ પોતાના મિત્રને ફોન કરી રાત્રે બોલાવી લાખો રૂપિયાના સીસામાં ઉતારી દેવાનો કારશો રચ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

વાત છે રંગીલા રાજકોટની, જ્યાં પાંચ દિવસ પૂર્વે એક સ્ત્રી મિત્રએ મિત્રતાના નામે એકાંત માણવા લઇ જવાનું કહી સિક્યુરિટી ઇન્ચાર્જને હની ટ્રેપમાં સપડાવવા પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણની વિગત મુજબ, રાજકોટમાં જામનગર રોડ પરની અવધ રેસિડેન્સિમાં રહેતા ગ્રૂપ થ્રી નામની સિક્યુરિટી એજન્સી ચલાવતા રમણજી ચંદ્રેશ્વરપ્રસાદ યાદવના મોબાઈલ નંબર પર  ગત તા.10ની રાત્રીના અઢી વાગ્યે એક સ્ત્રીનો ફોન આવ્યો હતો અને મનીષા તરીકે ઓળખ આપનાર સ્ત્રીએ મીઠી મીઠી વાતો કરી યાદવને ફ્રેન્ડશીપની ઓફર કરી જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મળવા પણ બોલાવ્યો હતો. જેને લઈને રંગીન મિજાજી  બની ગયેલ યાદવ રાત્રે સવા ત્રણેક વાગ્યે ઉપરોક્ત સ્થળે પહોચ્યા હતા. જ્યાં વાટ જોઈ ઉભેલી મનીષાએ તેની ફ્રેન્ડનું મકાન ખાલી છે ત્યાં જવાનું છે કહી યાદવના બાઇક પાછળ બેસી ગઇ હતી.

મોરબી રોડ પર અતિથિ દેવોભવ હોટેલ નજીક પહોંચતા મહિલાએ લઘુશંકા જવાનું કહી બાઇક ઊભું રખાવ્યું હતું અને તે થોડે દૂર લઘુશંકા કરવા ગઇ હતી. ત્યાજ આગાઉ થી કરેલ પ્લાન મુજબ ત્રણ શખ્સ યાદવ પાસે ધસી આવ્યા હતા, ‘તું મારી બહેનને લઇને ક્યાં જાય છે ?  યાદવ સાથે બીભત્સ વાણીવિલાસ આચાર્યો હતો અને બળજબરી પૂર્વક બાઇક અને બે ફોન પડાવી લીધા હતા. દરમિયાન ત્રણ પૈકીના એક આરોપી એવો અશ્વિન એ મહિલાને લઇ ચાલ્યો ગયો હતો. જ્યારે અનીલ હમીર સારેસા અને દિલીપ ઉર્ફે દિલો લાખા ગોહેલ નામના બંને સખ્સોએ યાદવને દબાવ્યો હતો અને બાઈક વચ્ચે ગોંધી બેડી લઇ ગયા હતા. જ્યાં બંને સખ્સોએ પ્રકરણ પૂર્ણ કરવા રૂપિયા અઢી લાખ માંગયા હતા.

જેને લઈને યાદવે પોતાના એટીએમમાં અમુક રૂપિયા હશે એમ કહી બંનેને ગ્રીનલેન્ડ ચોકડી તરફ પેટ્રોલ પંપ પાસે આવેલ એટીએમ પર લઇ ગયો હતો. જ્યાં મોકો મળતા જ તે બન્ને સખ્સોને ચકમો આપી નાશી છૂટવામાં સફળ થયો હતો. ત્યારબાદ ગુરુવારે મનીષા તથા  ત્રણેય સખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે બે સખ્સોની ધરપકડ કરી છે.આરોપી અશ્વિનના કહેવાથી અન્ય બે આરોપીઓ આ રેકેટમાં જોડાયા હતા. અશ્વિને ઓપરેશન પૂરું થયા બાદ બંનેને દસ-દસ હજાર રૂપિયા આપવાનો વિશ્વાસ આપ્યો હતો. જયારે આરોપી દિલીપ ઉર્ફે દિલો અગાઉ પણ હનીટ્રેપમાં ઝડપાઇ ચૂક્યો છે. પોલીસે મહિલા અને અન્ય સખ્સની શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here