અનૈતિક પ્રેમ : વેવાણને વેવાઈ સાથે બંધાયો સબંધ, સાથે રહેવા લાગ્યા પણ આવ્યો આવો અંતરાય

0
576

જામનગર : સામાજિક સબંધને તાર તાર કરતો વધુ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રીના પ્રસુતિના સમયે સાથ આપવા ગયેલ માતાને વેવાઈ સાથે સંબંધ બંધાઈ ગયો હતો અને પછી એવા સામાજિક સમીકરણો એવા રચાઈ ગયાને બંને સાથે રહેવા લાગ્યા, વાત ની જાણ પુત્રીને થતા માતાને સમજાવવા આગળ આવી અને આ સમગ્ર કિસ્સો પહોચ્યો ૧૮૧ અભયમમાં,

આમ તો સામાજિક સબંધોમાં અનૈતીક સબંધના અનેક કિસ્સાઓ નોંધાઈ ચુક્યા છે અને અનેક આકાર પામી રહ્યા છે એમ કહી સકાય કારણ કે સમયાંતરે આવા સબંધોમાં અંતરાયો આવતા કે પાપનો ઘડો છલકાઈ જતા સબંધો તાર તાર થતા સમાજમાં જાહેર થતા આવ્યા છે. તાજેતરમાં વેવાઈ-વેવાણના સબંધોને લઈને અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આવો જ વેવાઈ-વેવાણ વચ્ચેના સબંધો સામે આવ્યા છે. અમદાવાદ ખાતે એક પરિવારમાં બનેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારની પુત્ર વધુના શ્રીમંત પ્રસંગે તેની માતા વેવાઈના ઘરે આવી ગયા હતા જેથી પુત્રીની સારી રીતે સાર-સંભાળ રાખી શકાય, બે ત્રણ મહિના વેવાઈના ઘરે રહી પુત્રીની સારી એવી સારસંભાળ રાખી હતી અને પ્રસુતિ કરાવી હતી. આ વાત છે બે વર્ષ પૂર્વેની, સમય જતા બંને પરિવાર પર કુદરતના કારમાં ઘા  લાગ્યા અને મહિલાની પુત્રીનો પતિ અકાળે અવશાન પામ્યો, સમય જતા વેવાઈ અને વેવાણે વિધવા થયેલ પુત્રીને અન્ય જગ્યાએ વળાવી દીધી, અહી થી શરુ થાય છે અનૈતિક સબંધની શરૂઆત, પુત્રીને વળાવી દીધા બાદ એકલી પડેલ તેની માતા પણ વેવાઈના ઘરે આવી ગઈ અને વેવાઈની સાથે રહેવા લાગી હતી. બીજી તરફ અન્ય જગ્યાએ જે પુત્રીનો સબંધ કર્યો હતો તે સાસરિયાઓએ તેણીને ત્રાસ આપતા તેણીની પરત ફરી હતી અને પૂર્વ સસરાના સાથે રહેતા માતાને પોતાના ઘરે સાથે આવવા કહ્યું હતું. પરંતુ તેની માતા ઘરે આવવા તૈયાર ન થતા આખરે તેણીએ ૧૮૧ અભયમની મદદ લીધી હતી. અને ૧૮૧ની ટીમે આ સંબંધને યોગ્ય ન કહી પુત્રીને સાથ આપવા માતાને સમજાવ્યા હતા. વેવાઈ-વેવાણના અનેક કિસ્સાઓ વચ્ચે સામે આવેલ અલગ પ્રકારના બનાવને લઈને સમાજમાં ચર્ચાઓ જાગી છે. પરિવાર અને વેવાઈ-વેવાણની ગુપ્તા જળવાઈ રહે તે હેતુથી અહી  ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here