જામનગર : એક્સ ગર્લફ્રેન્ડે ફોન કરી એક્સ બોયફ્રેન્ડએ રાખડી બંધાવવા ઘરે બોલાવ્યો…યુવાન ગયો ત્યાં જ….

0
665

જામનગર અપડેટ્સ : જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં એક કોળી યુવાન પર એક સખ્સે છરી વડે હુમલો કરી લોહીલુહાણ કરી ગંભીર ઈજા પહોચાડ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. એક સમયની ગર્લફ્રેન્ડના વર્તમાન બોયફ્રેન્ડ એવા આરોપીને ઘરે રાખડી બંધાવવા આવી જવા કહેતા જ યુવાન ત્યાં  પહોચ્યો હતો. દરમિયાન એક્સ ગર્લફ્રેન્ડના બોયફ્રેન્ડે યુવાન પર છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી.

જામનગરમાં અજીબોગરીબ કિસ્સો પોલીસ દફતર પહોચ્યો છે. જેની વિગત મુજબ, સ્વામીનારાયણનગરમાં રહેતા મિલનભાઈ ડાયાભાઈ શિયાળ ઉવ ૧૯ નામના યુવાન પર ગઈ કાલે સાંજે ચારેક વાગ્યે નાગેશ્વર કોલોની વિસ્તારમાં વાકોલ માતાજીના મંદિર પાસે મિલન ધીરુભાઈ શિયાળ નામના અન્ય એક સખ્સે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બંને પડખાના ભાગે અને એક ઘા બાવડાના ભાગે લાગી જતા મિલન લોહી લુહાણ થઇ ગયો હતો. યુવાન પર છરી બાજી કરી આરોપી નાશી ગયો હતો. જયારે ઘાયલ યુવાન ચાલીને નજીકની પાનની દુકાને પહોચ્યો હતો જ્યાં તેના હાજર બે મિત્રોએ તાત્કાલિક બાઈક પર બેસાડી હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર લીધા બાદ યુવાને મિલન સામે સીટી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘવાયેલ મિલનને એકાદ વર્ષ પૂર્વે તેની ગર્લફ્રેન્ડ મોહિની સાથે બ્રેકઅપ થઇ ગયું હતું. દરમિયાન ગઈ કાલે મોહિનીનો  ફોન આવ્યો હતો. ‘મારો બોય ફ્રેન્ડ મારી પર શંકા કરે છે તેથી તું અહી ઘરે આવી રાખડી બંધાવી જા’ આવું મોહિનીએ કહેતા જ મિલન તેના ઘરે ગયો હતો. ત્યાં હાજર આરોપીએ બોલાચાલી કરી, ઉસ્કેરાઈ જઈ, છરી વડે હુમલો કર્યો હતો અને ઘાતક ઈજાઓ પહોચાડી હતી.આ બનાવ અંગે સીટી સી ડીવીજનના પીએસઆઈ કે કે પરમાર સહિતના સ્ટાફે નાશી ગયેલ આરોપીની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here