જામનગર : શહેરમાં તહેવાર પૂર્વે પકડાયું નકલી ઘી બનાવવાનું કૌભાંડ

0
733

જામનગર :
જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને અસામાજીક પ્રવૃતિ જીલ્લા માંથી નાબુત થાય તેમજ નાગરીકોના જાહેર સ્વાસ્થય સાથે ચેળા કરી ખાધ્ય પદાર્થમા ભેળસેળ કરતા ઈસમો ઉપર વોચ રાખવા સુચના મળતા એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર કે.એલ.ગાધેનામાર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સપેકટર વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેરવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના દિનેશભાઈ સાગઠીયા, તથા PC સંજયભાઈ પરમારને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે હનિફભાઈ અબ્દુલભાઈ જીંદાણી જાતે કુરેશી ઉ.વ .૩૨ રહે. ખોજાનાકા, ચાકીવાડ, મચ્છીપીઠની બાજુમા, જામનગર વાળા પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળ યુકત શંકાસ્પદ ઘી બનાવે છે. જેથી બાતમી વાળી
જગ્યાએ ડેઝીગ્નેટેડ ઓફીસર તથા ફુડ સેફટી ઓફીસર જામનગર વાળા સાથે રેઇડ કરતા મજકુર પોતાના રહેણાંક મકાનમાં વનસ્પતિ ઘી તથા વનસ્પતિ માખણ તથા એસેન્સ તથા ભેળસેળ માટેના અન્ય પદાર્થ મીશ્રીત કરી તેમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્તથી તૈયાર કરતા મળી આવતા પંચો રૂબરૂ તેના કન્જામાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી પ૯૫ કીલો તથા ભેળસેળ યુક્ત ધી બનાવવા માટે વાપરેલ અન્ય ચીજવસ્તુઓ જેમા (૧) એલ્યુમીનીયમના ભેળસેળ યુક્ત ઘી ભરેલ કિટલા નંગ -૧૮ જેમાં કુલ કિટલા સહીતની કી.રૂ. ૮૨,૮૦૦/(૨) એલ્યુમીનીયમનુ મોટુ કેન જેમા ભેળસેળ યુક્ત -૪૦ કીલો ઘી ભરેલ છે જે કેન સહીત ૪૦ કીલો ઘી ની કુલ કી.રૂ .૧૨,૩૦૦/(૩) વનસ્પતિ ઘી ભરેલ પતરાના ડબા નંગ -૧૭ કુલ કી.રૂ. ૩૪,૦૦૦/ (૪) વનસ્પતિ માખણ ૩૦ કીલો કી.રૂ .૩૦૦૦/(૫) ભેળસેળ યુક્ત ધી બનાવવા માટે વાપરવામાં આવેલ અન્ય ચીજવસ્તુઓની કુલ કી.રૂ. ૩૮૫૦/-એમ કુલ કી.રૂ .૧,૩૫,૯૫૦/-નું શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી તથા અન્ય ચીજવસ્તુઓ મળી આવેલ જે પંચનામાની વિગતે કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here