જામનગર: જ્યાં ત્યાં ખાડા ખોદી PGVCL ઘરની ધોરાજી સમજે છે? કોર્પોરેટરની ઉગ્ર રજૂઆત

0
412

જામનગરમાં પીજીવીસીએલ પોતાને શહેરના માલિક સમજી બેઠું હોય તેમ જ્યાં ત્યાં ખોદાણ કરી લોકોની સુખાકારીના બદલે દુખાકારી ઉભી કરતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. મહાનગરપાલિકાના જાગૃત કોપોરેટરે વીજ તંત્રને ઉઘાડું પાડી શરુ કરેલ ધોરાજી બંધ કરવા મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજુઆત કરી છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નમ્બર નવના ભાજપના કોર્પોરેટર નિલેસ કગથરાએ આ બાબતે કમિશ્નર સમક્ષ રજૂઆત કરી છે. જે મુજબ, જામનગર શહેરમાં આવેલ વોર્ડ નં.૫ માં સત્યસાંઇ સ્કુલની સામે પીજીવીસીએલ દ્વારા શરતો ખોદી કેબલ બદલાવાનું કામ ચાલુ કરેલ હોય, આ કામગીરીમાં મહાનગરપાલિકાની પૂર્વ મંજુરી વગર કામ ચાલુ કરી દીધેલ હોય, આ અંગે અમોએ સ્થળ પર કામ કરતા અને જેસીબી થી રોડનું ખોદાણ કરતા વ્યકિત સાથે પુછપરછ કરતા તેઓ દ્વારા એવું કહેલ કે, આ અંગે અમોએ મહાનગરપાલિકા તરફ થી કોઈપણ જાતની રોડ ખોદાણ બાબતની મંજુરી લીધેલ ન હોય, તેમજ અમોએ સીવીલ શાખાના અધિકારી પાઠકભાઇ સાથે પણ ટેલીફોનીક ચર્ચા કરતા તેઓ દ્વારા એવું કહેવામાં આવેલ કે, આ અંગે પીજીવીસીએલ ને ટુંક સમયમાં કોઇપણ જાતની મંજુરી આપવામાં આવેલ નથી. પીજીવીસીએલ દ્વારા મનફાવે તેમ રોડનું ખોદાણ કરતા હોય, આ અંગે જે લોકો જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની મંગની કરી નીલેશ કગથરાએ અંતે ઉમેર્યું હતું કે, એવું ઉદાહરણ બેસાડો કે, ભવિષ્યમાં પીજીવીસીએલ દ્વારા મહાનગરપાલિકાના કોઈપણ રસ્તાને મંજુરી વગર ખોદાવાની હિંમત ન કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here