જામનગર : સતત ત્રીજા દિવસે ચેકિંગ, ત્રણ દિવસમાં પકડાઈ અધધ રૂપિયાની વીજ ચોરી

0
599

જામનગર : જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા સતત ત્રીજા દિવસે શહેરમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે ત્રીજા દિવસે વીજ ૪૫ વીજ ટુકડીઓએ દરબારગઢ, સાત રસ્તા, ખંભાલીયા ગેઇટ અને ડીઆઈડીસી સબ ડીવીજન હસ્તકના વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ચેકિંગ કરી રૂપિય ૨૪.૩૭ લાખની વીજ ચોરી પકડી પાડી છે.

ગુજરાત ઉર્જા વિદ્યુત નિગમ લીમીટેડ દ્વારા આજે શહેરમાં સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજ સવારથી જ શહેરના દરબારગઢ, સાતરસ્તા, ખંભાલીયા ગેઇટ અને જીઆઈડીસી સબ ડીવીજન હસ્તકના વિસ્તારોમાં જુદી જુદી ૪૫ વીજ ટુકડીઓએ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. ૨૫ પોલીસ કર્મચારીઓ, ૧૫ ગુજરાત ઉર્જા વિદ્યુત નિગમ લીમીટેડ કંપનીના પોલીસકર્મીઓ અને ૧૨ એક્સ આર્મી મેનની ઉપસ્થિતિમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.  જેમાં ૭૬૦ કનેક્શનનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ૧૦૯ કનેક્શનમાં વીજ ચોરી સામે આવી હતી અને ચોરીનો આંક રૂપિયા ૨૪.૩૭ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ સતત બે દિવસમાં રૂપિયા ૫૦ લાખ ઉપરાંતની વીજ ચોરી પકડાઈ છે. ત્યારે ત્રણ દિવસમાં વીજ ચોરીનો આંક પોણા કરોડ પર પહોચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here