
જામનગર અપડેટ્સ: જામનગરની સરકારી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગના આઉટસોર્સથી નોકરી કરતા એક મહિલા અને એક પુરુષ કર્મચારીએ ત્રણ વર્ષના ગાળામાં પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૭.૨૦ લાખના સરકારી નાણા જમા લઇ અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લા એકાદ દાયકાથી હોસ્પીટલના સ્ટાફના પગાર અને ખર્ચ બીલનું ટેબલ સંભાળતા બંટી-બબલીનો આ તો માત્ર ત્રણ વર્ષનો હિસાબ છે. જો કે બંને સખ્સોએ તેના સગાસબંધીઓના બેંક એકાઉન્ટમાં પણ સરકારી નાણાની હેરાફેરી કરી નાણાની ઉચાપત કરી હોવાની વિગતો સામે આવી છે જો કે આ નાણાનો આંક કેટલો છે ? જેની પોલીસ તપાસ બાદ વિગતો જાણવા મળશે

એક સમયની સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલતું ઉચાપત કૌભાંડ સામે આવ્યું છે. સરકારી કચેરીઓના આર્થિક વહીવટ અંગે જીલ્લા તિજોરી કચેરીમાં તમામ વહીવટ અંગે જાણ કરાતી હોય છે જે અંતર્ગત તિજોરી અધિકારીએ કરેલ તપાસમાં જીજી હોસ્પીટલના વહીવટી વિભાગ દ્વારા મોકલવામાં આવેલ હિશાબમાં કોઈ ઘાલમેલની આશંકા ગઇ, જેને લઈને તિજોરી અધિકારીએ હોસ્પિટલ અધિક્ષક ડો દીપક તિવારી અને પગાર સહીતના હિસાબી વહીવટ સંભાળતા ડો કણસાગરાને રૂબરૂ બોલાવ્યા હતા. તિજોરી કચેરીએ પહોચેલ બંને અધિકારીઓને આર્થિક ઉચાપતની આશંકા જતાવતી વિગતો આપવામાં આવી, જેમાં બે બેંક એકાઉન્ટમાં લાંબા સમયથી રૂપિયા ૧૭.૨૦ લાખની રકમ જમા થઇ હોવાનું સામે આવ્યું હતું. આ બંને બેંકના ખાતા હોસ્પીટલના પગાર- ખર્ચ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મુંગરા નામના આઉટસોર્સથી ફરજ બજાવતા કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં જમા થતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને હિશાબી વહીવટની વધારાની જવાબદારી સંભાળતા ડો ભાવિન કણસાગરાએ બંને કમર્ચારીઓ સામે આર્થિક ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને સખ્સોએ છેલ્લા બે વર્ષમાં જ ૧૭.૨૦ લાખની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ તપાસ કરતા એવી વિગતો સામે આવી છે કે બંને કર્મચારીઓએ પોતાના ઉપરાંત સગા સબંધીઓના ખાતામાં પણ સરકારી નાણા ટ્રાન્સફર કરાવી મોટી ઉચાપત કરી છે. જો કે આ ઉચાપતની રકમ સામે આવી નથી પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર વિગતો સામે આવશે. હાલ સીટી બી ડીવીજન પોલીસ દ્વારા બંને સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. જી જી હોસ્પિટલના આઉટ સોર્સ કર્મચારીઓના ઉચાપત કૌભાંડે ભાર ચર્ચા સાથે ચકચાર જગાવી છે.
કેવી રીતે આચરવામાં આવ્યું કૌભાડ ??

જેની સામે ઉચાપતની ફરિયાદ થઇ છે તે બંને આરોપીઓ ભાર્ગવ અને દિવ્યા છેલ્લા સાત- આઠ વર્ષથી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સ દ્વારા ભરતી થઇ ફરજ બજાવી રહ્યા છે. આ બંને આરોપીઓ દ્વારા હોસ્પીટલના ડોક્ટર સહિતના સ્ટાફના પગાર બીલ ઉપરાંત વધારાના ખર્ચ અંગેના બીલોની જવાબદારી સંભાળતા હતા. બંને કર્મચારીઓએ ઉપલા અધિકારીઓની વિશ્વાસ સંપાદન કરી લઇ જે બીલો સહીઓ માટે મોકલવામાં આવતા તે બીલોમાં જે તે અધિકારી વિશ્વાસથી સહીઓ કરી દેતા. જેમાં બંને કર્મચારીઓએ જેના નામે બીલ ઉધારવામાં આવ્યું છે તેનું નામ અને ખર્ચની વિગત સાચી દર્સાવતા હતા પરંતુ જે બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવવાની છે તે બેંક એકાઉન્ટમાં પોતાના બેંક ખાતા નંબર નાખતા હતા. આમ જે તે કમર્ચારીના નામે બીલ ઉધારાઈ જતું હતું અને રકમ બંને કર્મચારીઓના ખાતામાં જમાં થઇ જતી હતી.