જામનગર : પદાધિકારીઓની પસંદગી-બળવો થતા ભાજપની નેતાગીરીએ થુકેલું ચાટવું પડ્યું હતું…આવું કૈક બન્યું હતુ

0
796

જામનગર : મહાનગર પાલિકાના પદાધિકારીઓની આવતી કાલે પસંદગી પ્રક્રિયા છે. ત્યારે ભૂતકાળ પર ડોક્યું કરવામાં આવે તો બાવીસ વર્ષ પૃવે ભાજપાએ પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયાને લઈને જે ગફલત સેવી હતી તે ગફલતને કારણે બહુમતી હોવા છતાં એક વર્ષ સુધી સતાથી વંચિત રહેવું પડ્યું હતું. જે તે સમયે કેવા સમીકરણ રચાયા હતા આવો નજર કરીએ.

મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં સત્તાધારી ભાજપ 64 માંથી 50 બેઠક જીત્યો છે. જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં આટલી બેઠક એકેય પક્ષને આવી ન હતી. 1995થી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. વચ્ચે 1998-99ની ટર્મ માટે (એક વર્ષ) ભજપમાં બળવો થયો હતો અને 17 કોર્પોરેટરો પક્ષના વ્હીપને અવગણીને પક્ષના જાહેર કરેલા ઉમેદવારની વિરૂધ્ધ મતદાન કર્યુ હતું અને ધર્મેન્દ્રસિંહ ઝાલા મેયર બન્યા હતા. જો કે બળવો થવાની પુરી શકયતા હોવાની જાણ ચુંટણી પહેલા જ પક્ષના જવાબદાર મોવડીઓને કરવામાં આવી હતી. પરંતુ તે વખતે નેતાઓ એવા ઓવર કોન્ફીડન્સમાં હતા કે  બળવાની માત્ર ધમકી અપાય છે પણ બળવો થશે નહી.


જો કે બળવો થયા પછી ભાજપની નેતાગીરીએ થુંકેલુ ચાંટતા અને સ્થાનિક  ભલામણવાળા નામ મંજૂર કરતા સ્ટેન્ડીંગ કમિટિનું ચેરમેનપદ બચી ગયું હતું. પરંતુ સામાન્ય સભામાં બળવો થતા ભાજપ એક વર્ષ માટે વિપક્ષની ભૂમિકામાં આવી ગયું હતું. જો કે આ ઘટનાને બે દાયકાથી વધુ સમય વિતી ગયો છે. સિનિયરોની બાદબાકી કરવા માટે ટિકીટ માટેના નવા નિયમો કદાચ આ વખતે જાહેર કરી અમલમાં મુકાયા જેથી સિનિયરો પદ મેળવવા દબાણ ન કરી શકે. 3 ટર્મ થઇ ગઇ હોય (સળંગ)તેવા કોઇ કોર્પોરેટરને ટિકીટ આપી ન હતી. તેમજ એક પણ માજી મેયરને પણ ટિકીટ આપી ન હતી. ભાજપના દોઢ ડઝન જેટલા પૂર્વ કોર્પોરેટરોને ટિકીટ મળી હતી. જેમાંથી મોટાભાગના જીત્યા છે. 64માંથી 50 બેઠકો જીતી વધુ એક વખત સત્તામાં પદાધિકારીઓના નામની પસંદગી કરી લેવામાં આવી છે પરંતુ પરંપરા મુજબ જાહેરાત ચુંટણીના દિવસે એટલે કે આવતીકાલે જ થશે જેથી કોઇ રાજકીય ખેલ પડે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here