જામનગર: દુબઈ-થાઈલેન્ડમાં જલસા કરી ભારત પહોચ્યો કરોડોના કૌભાંડનો આરોપી

0
748

જામનગર અપડેટ્સ: જામનગર સહીત અન્ય સ્થળોએ રોકાણકારોને મોટી મોટી લાલચ આપી મોટા આર્થિક ફાયદા કરાવી આપવાના ઝાસામાં ફસાવી કરોડો રૂપિયા ભેગા કરી નાશી ગયેલ વધુ એક સખ્સને પોલીસે નેપાળ બોર્ડર પાસેથી દબોચી લીધો છે. ગામના પૈસાથી ક્રેડીટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના નામે શરુ કરેલ ધંધો બેક વર્ષ ચલાવ્યા બાદ પેઢીને પાટિયા મારી કૌભાંડી ધંધાર્થીઓ ગામલોકોને અંધારામાં રાખી ૨૩ કરોડ ભેગા કરી નાશી ગયા હતા. અગાઉ પોલીસે આ જ પ્રકરણમાં બે સખ્સોને પકડી પાડ્યા છે.

રાજ્યમાં હાલ ઠગબાજોની હાલ મોસમ ચાલી રહી છે. રાજ્યના સૌથી મોટા બીઝેડ ગ્રુપના મોટા આર્થિક કૌભાંડ બાદ એક પછી એક શહેરમાં બીઝેડ કે બીઝેડને ભળતા કૌભાંડોની ભરમાર ચાલી છે. આવું જ એક કૌભાંડ જામનગરમાં સામે આવ્યું હતું જેમાં વર્ષ ૨૦૨૪માં સીટી બી ડીવીજનમાં ક્રેડીટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીના સંચાલકો ઉઠમણું કરી પોબારા ભણી જતા અનેક રોકાણકારો પર આભ ફાટી પડ્યું હતું. પેઢીના સંચાલકોમાં બ્રાંચ હેડ પંકજ પ્રવીણભાઈ વડગામા અને સહ સ્થાપક ફરજાના ઈરફાન અહમદ અબ્દુલ હુસેન શેખએ રોકાણકારોને રોકાણ પર મોટો આર્થિક ફાયદો કરાવી આપવાની લાલચ આપી પોતાની પેઢી તરફ આકર્ષિત કર્યા હતા.

જેમાં અનેક લોકો જોડાયા હતા અને પેઢી સંચાલકો દ્વારા એકાદ વર્ષ સુધી સારું એવું રીટર્ન પણ આપ્યું હતું. ધીરે ધીરે ગામમાં ક્રેડીટ બંધાઈ ગઈ હતી અને અનેક રોકાણકારો ક્રેડીટ બુલ્સ સાથે જોડાઈ ગયા હતા. કરોડો રૂપિયા એકત્ર થઇ જતા પેઢી સંચાલકોએ ગત વર્ષ પેઢીને તાળા મારી ગામ છોડી ઉઠમણું કરી ગયા હતા. જેને લઈને એક રોકાણકાર દ્વારા સીટી બી ડીવીજન પોલીસમાં ઉપરોક્ત બંને આરોપીઓ સામે મોટા આર્થિક કૌભાંડ સંદર્ભે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આરોપીઓ દ્વારા ૨૩ કરોડ રૂપિયાનું રોકાણ એકત્ર કરી અનેક રોકાણકારો સાથે છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી બંને આરોપીઓને પકડી પાડી પૂછપરછ કરી હતી. જેમાં પેઢીમાં કામ કરતા એચઆર હેડ યસ દિનેશભાઈ સોલાણી અને તેના ભાઈ ધવલ દિનેશભાઈ સોલાણીની સંડોવણી ખુલવા પામી હતી. આ સખ્સ આજ દિવસ સુધી ફરાર રહ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તેની સામે નાસતા ફરતા આરોપી તરીકે વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

દરમિયાન બંને આરોપીઓ વિદેશ નાશી ગયા છે એવી હકીકત સામે આવતા પોલીસે દુર સુદૂર તપાસ લંબાવી હતી. જેમાં બંને પૈકીના એક આરોપી યસના પાસપોર્ટ વીઝાની મુદત પૂર્ણ થવાની હોય અને તે હાલ નેપાળ બોર્ડર વાટેથી ભારતમાં પ્રવેશ કરવાની વેતરણ કરી રહ્યો હોવાની પોલીસને હકીકત મળી હતી જેને લઈને પોલીસની એક ટુકડી નેપાળ બોર્ડર પહોચી હતી. જ્યાં રસકોલ બોર્ડર પરથી આરોપી યસ સોલાણીને પકડી પાડ્યો હતો અને જામનગર લઇ આવી, કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે. લાંબા સમયથી ફરાર આ સખ્સ જામનગર છોડી પ્રથમ દુબઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. દુબઈ બાદ યસ થાઈલેન્ડ ગયો હતો. જ્યાં પારકે પૈસે જલસા કર્યા બાદ પાસપોર્ટ વિઝામાં પ્રોબ્લમ આવતા પરત ભારત આવતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો છે. હજુ પણ આરોપી યસનો ભાઈ ધવલ ફરાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here