જામનગર : ઉપલેટાથી ખાગેશ્રી ગામે જતા યુવાનનું અકસ્માતમાં મોત

0
337

જામનગર જિલ્લાનાં જામજોધપુર તાલુકાના પરડવા ગામ નજીક સીમ વિસ્તારમાં એક બુલેટ ચાલકે મોટરસાયકલ ચાલકને જોરદાર ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં ઘવાયેલ ખાગેશ્રી ગામના યુવાનનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

જામનગરમાં જિલ્લાના જામજોધપુર તાલુકા મથકથી ૨૨ કિમી દુર આવેલ પરડવા ગામ પાસે વગડીયાપીરની દરગાહ સામે ધાતી વીસ્તારમા જાહેર રોડ પર જી.જે.૧૦-સી.એસ.-૦૮૮૨ નંબરના મોટર સાયકલને સામેથી પુર ઝડપે આવતા જી.જે.-૧૦-ડી.સી-૦૧૪૩ નંબરના બુલેટના ચાલકે પુર ઝડપે અને બેદરકારીથી તથા ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરી મોટર સાયકલને ઠોકર મારી હતી. જેમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામના મેહુલભાઈ રમેશભાઈ મણવર ઉ.વ-૩૪ને માથા સહિતના ભાગે ઈજાઓ પહોચતા તેઓ બેસુધ્ધ થઇ ગયા હતા. દરમિયાન ઉપેલતા ખસેડાયેલ આ યુવાનને પ્રાથમિક સારવાર આપી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક યુવાન પોતાનું બાઈક લઇ ઉપલેટા ગયા બાદ ત્યાંથી પરત ખાગેશ્રી ગામ તરફ આવતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હતા. પોલીસે આ બનાવ અંગે નાશી  ગયેલ બુલેટ ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here