લાલપુર : બંધ બારણે છ સખ્સો રમતા હતા જુગાર ત્યાં પોલીસ પ્રગટી, ભાગવા જતા એક ઘાયલ

0
616

જામનગર જીલ્લાના લાલપુરમાં ગઈ કાલે દિવસે દરોડો પાડી પાંચ સખ્સોને સ્થાનિક પોલીસે પકડી પાડ્યા છે. પાંચ પૈકી એક સખ્સ  ભાગવા જતા ગબડી પડ્યો હતો અને ઈજા પહોચી હતી. જયારે એક સખ્સ ભાગી છૂટવામાં સફળ થયો હતો.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે ગઈ કાલે સાંજે ચારેક વાગ્યાના સુમારે સ્થાનિક પોલીસે પીંન્ટુભાઈ ચંદુભાઈ નંદાસણા નામના સખ્સના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં બંધ બારણે તીનપતી નામનો જુગાર રમતા મકાન માલિક સહીત કમલેસ દેવાણદભાઈ નદાણીયા, ભરતભાઈ વેજાણદભાઈ કરંગીયા રે કૃષ્ણગઢ તા ભાણવડ તા દ્વારકા, ગોગનભાઈ છગનભાઈ ઓડેદરા નામના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. જયારે કેસુરભાઈ ધીરાભાઈ બેરા રે ભાણવડ જિ. દેવભૂમી દ્વારકા અને છગનભાઈ રે મોરજર તા ભાણવડ જી દ્વારકા નામના બે સખ્સો નાશવા લાગ્યા હતા. જેમાં પડી જતા કેશુર બેરાને ઈજા પહોચી હતી. જેને લઈને પોલીસે તેને હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી હતી. પોલીસે પાંચેય સખ્સોના કબજામાંથી રૂપિયા ૪૭૨૨૦ની રોકડ કબજે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here