જામનગર : સસરા-જમાઈના સહિયારા કારખાનામાંથી દોઢ લાખની રોકડની ચોરી

0
509

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના ઉદ્યોગનગરમાં ઇન્દિરા રોડ પર આવેલ ભોલેનાથ કોલોનીમાં એક કારખાનામાં ધોળા દિવસે પ્રવેશી તસ્કરો રૂપિયા એક લાખ ૪૫ હજારની ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કારખાનામાં કામ કરતા ૧૯ પૈકીના કોઈ મજૂરે ચોરી આચરી છે કે કેમ ? તેનો તાગ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.  

શહેરના શંકરટેકરી ઉધોગનગર, ઇન્દીરારોડ પર આવેલ ભોલેનાથ કોલોનીમાં જયશ્રી માંડવરાયજી કાસ્ટ નામના કારખાનામાં ગત તા. ૨૮મીના ચાર વાગ્યાથી બીજા દિવસ સવાર સુધીના ગાળા દરમિયાન કોઈ અજાણ્યા સખ્સોએ કારખાનાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલ રૂપિયા ૧,૪૫,૦૦૦ની રોકડ રકમ હાથવગી કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે કારખાનેદાર રણજીતસિહ નટુભા પરમારને બીજા દિવસે જાણ થતા તેઓએ સીટી સી ડીવીજન પોલીસને જાણ કરી હતી. જેને લઈને પીએસઆઈ કે.કે.નારીયા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો.

જમાઈ અને સસરા દ્વારા કારખાનું ચલાવવામાં આવે છે. અહી દિવસ દરમિયાન ૧૯ મજુર કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે મજુરો માંથી કોઈએ ચોરી આચરી છે કે કેમ ? તેનો તાગ મેળવવા તમામના નિવેદન નોંધવા તજવીજ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here