જામનગર : હમારી જેલમેં સુરંગ ? કડક એસપીની હાજરી છતાં શહેરમાં ચાલતો હતો લાખેણો જુગાર

0
706

જામનગર અપડેટ્સ : છેલ્લા એક માસથી જામનગરમાં  કડક એસપીની છાપ ધરાવતા દીપન ભદ્રનની નિમણુક છતાં પણ આઇપીએલ અને તીનપતી સહિતના જુગાર પણ કોઈ જ અસર ન પડી હોય તેમ દરરોજ નવા નવા ડબ્બા અને તીનપતીના જુગાર પકડાઈ રહ્યા છે. આજે પણ એલસીબી પોલીસે ભાવસાર ચકલો, બીબોડીફળી, વિસ્તારમાં એક રહેણાંક મકાને દરોડો પાડી મકાન અંદર તીનપતી રમતા સાત સખ્સોને  એક લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે.

જામનગરમાં ભાવસાર ચકલો વિસ્તારમાં રંગુનવાલા હોસ્પીટલ પાછળ રહેતો જુલ્ફીકાર કુતુબઅલી શેખ પોતાના ઘરે બહારથી જુગાર રસિકો બોલાવી નાલ ઉઘરાવી તીન પતિનો જુગાર રમાડતો હોવાની એલસીબી પોલીસને હકીકત મળી હતી. આ હકીકતના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન તીનપતીનો જુગાર રમતા મકન માલિક ઉપરાંત ઇકબાલભાઇ દાઉદભાઇ શુલીયા, રમેશભાઇ હીરાભાઇ પનારા પટેલ, હરેશભાઇ જયસુખલાલ ત્રીવેદી બ્રાહમણ, મયુરભાઇ બુધાભાઇ કારેથા ભરવાડ, ધીરૂભાઇ બચુભાઇ જાદવ, નજીરભાઇ ઉર્ફે એટીંગ ઓસમાણભાઇ સમા કસાઇ વાળા સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ તમા સખ્સોના કબ્જમાંથી રૂપિયા ૧,૦૩,૪૦૦ની રોકડ કબજે કરી રૂપિયા ૧૨૦૦૦ની કીમતના છ મોબાઈલ ફોન સહિત રૂપિયા ૧,૧૫,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here