જામનગર : ત્રીજા દિવસે પણ બે તાલુકાનાઓમાં માવઠું, કયા ગામમાં આફત ? જાણો અહી

0
697

જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લામાં સતત ત્રીજા દિવસે માવઠું પડતા ખેડૂતોની હાલત ખસતા થઇ ગઈ છે. પ્રથમ દિવસે ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર તથા લાલપુરમાં કમોસમી વરસાદ પડતા વ્યાપક નુકસાની પહોચી છે ત્યારે બીજા દિવસે પણ જામજોધપુર તાલુકામાં માવઠું પડ્યું હતું. જયારે ત્રીજા દિવસે પણ કાલાવડ અને જામજોધપુર પથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેને લઈને હવે મગફળીનો ખરીફ પાક નુકસાન પામ્યો છે.

જામનગર જીલ્લાના બે તાલુકામાં સતત ત્રીજા દિવસે માવઠું પડ્યું છે. જીલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોને મગફળીના પાકથી હાથ ધોઈ  લેવાનો વારો આવ્યો છે. ગઈ કાલે કાલાવડ તાલુકાના નિકાવા ગામે અડધો ઇંચ અને નવાગામમાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો હતો. જયારે જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં અને જામવાડીમાં અડધો ઇંચ , વાંસજાળીયામાં એક ઇંચ, ઘુનડામાં અડધો ઇંચ અને પરડવામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જેને લઈને ખેડૂતોની દશા ખરેખર દયનીય બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here