મોર્નિંગ અપડેટ્સ : નવી કોવીડ હોસ્પિટલ ઉભી કરાઈ, કેન્સરની સારવાર પણ આધુનિક બનાવાઈ

0
575

જામનગર અપડેટ્સ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ ‘સી’ હોસ્પિટલનું ઇ. લોકાર્પણ કર્યુ હતું. આ હોસ્પિટલમાં ૨૨ બેડ વેન્ટિલેટરની અને બાકીના તમામ બેડમાં ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત લીનીયર એકસીલેટર તથા સીટી સીમ્યુલેટર મશીન, પોસ્ટ કોવિડ પલ્મોનરી કાર્ડિયેક અને રિહેબીલેટેશન તથા અત્યંત આધુનિક એકસરે મશીનનું ઇ. લોકાર્પણ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરની સ્વાસ્થ્ય સેવા સુદઢ કરવા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વઘુ અને ઝડપથી સારવાર મળી શકે તેવા પ્રયાસો કરાયા છે. કોવિડ હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, જામનગરની સૌથી જૂની આ હોસ્પિટલનું આધુનિકરણ થતાં જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના છેવાડાના વિસ્તારનાદર્દીઓને અતિ આધુનિક સારવાર વિનામૂલ્યે પ્રાપ્ત થશે. રાજયનું હેલ્થ સ્ટ્રકચર વધુને વધુ સુવિધાજનક બને તે માટે રાજયસરકાર કટિબધ્ધ છે.  નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના, કેન્સર સહિતના દર્દોની ઉત્તમ સારવાર મળી રહે તે માટેની શ્રેષ્ઠ સારવારનો જામનગર ખાતેથી રાજય સરકારે શુભારંભ કરાવ્યો છે. હવે પછી રાજકોટ અને ભાવનગરમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here