જામનગર : યુપીના સખ્સને હથિયાર સપ્લાય કરનાર સખ્સે ધડાધડ ફાયરીંગ કર્યા’તા…તાજી થઇ વારદાત

0
1150

જામનગર : જામનગર એલસીબી પોલીસે ગત રાત્રીના શહેરમાંથી એક સખ્સને હથિયાર સાથે ઉઠાવી લીધો છે. પિસ્તોલ સાથે પકડાયેલ સખ્સને આ હથિયાર એવા સખ્સે સપ્લાય કર્યું છે જેને ત્રણ માસ પૂર્વે જામનગરના બિલ્ડર પર ધડાધડ ફાયરિગ કરી સનસનાટી મચાવી હતી. જેલમાં રહેલ આ સખ્સનો કબજો સંભાળવા પોલીસે તજવીજ શરુ કરી છે.

જામનગરમાં હાલાર હાઉસ પાસેથી ગઈ કાલે આઠેક વાગ્યાના સુમારે એલસીબી પોલીસે મૂળ ઉતરપ્રદેશના હાલ જુનાગઢ રહેતા એક અરુણ સુધીર યાદવ નામના સખ્સને રૂપિયા ૨૫ હજારની કિંમતની પિસ્તલ સાથે પકડી પાડ્યો છે. એલસીબીએ આ સખ્સની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ હથિયાર મૂળ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામના હિતેશ ઉર્ફે હિતેશસિંહ ઉર્ફે હિતુભા ભગતસિંહ ઝાલા પાસેથી ખરીદ્યું હોવાની કબુલાત કરી હતી. હિતેશસિંહ એ જ સખ્સ છે જેણે ગત તા. ૩/૭/૨૦૨૦ના રોજ શહેરની ભાગોળે ક્રિશ્ના પાર્કમાં ગીરીસ ડેર નામના બિલ્ડર પર ફાયરીંગ કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વારદાત જમીન માફિયા જયેશ પટેલના ઇસારે અજામ આપવામાં આવ્યો હોવાનું અને સોપારીથી ત્રણેય ભાડુતી સખ્સોને રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે જેલમાં રહેલ હિતુભાનો કબજો સંભાળવા તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here