જામનગર : ટ્રેન નીચે પડતું મુકનાર-હાથમાં ‘ઉદય રાજ’ લખેલ યુવાન કોણ છે ? આપઘાતનું આવું છે કારણ

0
734

જામનગર : જામનગરમાં બે દિવસ પૂર્વે દિગ્જામ સર્કલ પાસે ધસમસતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનાર યુવાન પરપ્રાંતીય શ્રમિક હોવાનું સામે આવ્યું છે. ત્રણ વર્ષ પૂર્વે વાલ્વની બીમારી બાદ પેરાલીસસ એટેક આવી ગયા બાદ સ્વાસ્થ્યની નબળી સ્થિતિને લઈને યુવાને અંતિમ પગલુ ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં સોમવારે બપોર બાદ ચારેક વાગ્યે  દિગ્જામ ઓવર બ્રીજની નીચેથી અંધાશ્રામ રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી ઓખા-મુંબઈ ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને ફાની દુનિયાને અલવિદા કરી હતી. આશરે આશરે ૩૦ થી ૩૫ વર્ષનાં યુવાને આપઘાત કમકમાટી ભર્યો આપઘાત કરી લીધો હતો. મૃતક પોતે પોતાની જાતે જ ટ્રેન આડો પડતા માથા ,મોઢા ઉપર તથા પગમાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી અને તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. રેલ્વે કર્મચારી મનોજકુમાર બહેરાએ જાણ કરતા સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી. યુવાને નાઈટ ડ્રેસનું પેન્ટ અને સફેદ ટી-શર્ટ પહેર્યું છે. પાતળા બાંધાના યુવાનના હાથના ભાગે ‘ઉદયરાજ’ લખેલ યુવાનની મોડે મોડેથી ઓળખ થવા પામી છે. ગોકુલ નગર પાણાખાણ માં રહેતો યુવાન મૂળ યુપીનો હોવાનું અને અહી પરિવાર સાથે રહી મજુરી કામ કરતો હતો. બે સંતાનના પિતા એવા યુવાનને ત્રણ વર્ષ પૂર્વે વાલ્વનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર બાદ પેરેલીસીસનો એટેક આવી જતા હાથ થોડા ઓછા કામ કરતા હતા. જો કે યુવાનની પત્ની કામ પર જઈ પરિવારનું ભરણપોષણ કરતી હતી. પોતાની આવી સ્થિતિથી કંટાળી યુવાન આ પગલું ભરી લીધું હતું. ઉદયરાજ ગૌતમ નામના યુવાનની પત્નીએ ઓળખ આપતા સીટી સી ડીવીજન પોલીસે મૃતદેહ તેઓને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here