જામનગર : નર્શિંગનો અભ્યાસ કરતી મિત્રએ મિત્રતા તોડી નાખી, પુરુષ મિત્રએ કર્યું આવું,

0
791

જામનગર : જામનગર જીલ્લામાંથી વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સ્ત્રી મિત્રએ મિત્રતા તોડી નાખતા પુરુષ મિત્રએ બદલો લેવા અને તેણીને બદનામ કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આ બનાવની શેઠવડાળા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.

વાત છે જામનગર જીલ્લાના એક ગામની નર્સિંગનો અભ્યાસ કરતી એક યુવતીની, તેણીને નર્શીગના અભ્યાસકાળ દરમિયાન ઇન્સ્ટાગ્રામ એપ પર આ યુવતીને કુલદીપભાઇ શૈલેશભાઇ જાદવ રે.નીકાવા તા.કાલાવડ જી.જામનગર વાળા સાથે મિત્રતા બંધાય છે. આ મિત્રતા થોડો સમય ચાલ્યા બાદ યુવતીએ કુલદીપ સાથેની મિત્રતા તોડી નાખી હતી. આ બાબતનો બદલો લેવા કુલદીપે ઇન્ટામાં એક ફેક આઈડી બનાવી તેની વિરુદ્ધ અભદ્ર અને બીભસ્ત મેસેજ કરતો હતો. તારી જીંદગી બગાડી નાખીશ અને તારા વીડિઓ હુ વાઇરલ કરી નાખીશ તેવી ધમકી આપી યુવતીને બદનામ કરવાની કોશીસ કરનાર સખ્શ અંગે તેણીએ પરિવારને જાણ કરી હતી. જેને લઈને તેણીના પિતાએ આ સખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયાના સહારે આવા ચોકાવનાર બનાવો ખૂજબ વધ્યા છે. ધ્રોલ અને ખંભાલીયામાં નોંધાયેલ બનાવ પણ સભ્ય સમાજ માટે સારા ન કહી શકાય. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતી માટે ખરેખર આવા કિસ્સા લાલબતી ધરે છે. સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ તમારા જ ફોટાઓ દુર ઉપયોગ કરી તમારી બદનામી થઇ શકે છે. એવું દરેક યુવતી સમજી પોતાના ફોટા કે વિડીઓ અપલોડ ન કરે એ પણ હિતાવહ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here