સેવા પરમો ધર્મ : આ નેતાએ એવું કાર્ય કર્યું, અન્ય નેતાઓ પ્રેરણા લેશે ?

0
653

જામનગર : કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, પરંતુ હાલ રાજ્યભરમાં જે સ્થિતિ નિર્માણ પામી છે તે મેડિકલ ઇમરજન્સી જ છે. કોવિડની આ મહામારી સામે રાજ્યભરમાં દર્દીઓના સગા સબંધીઓ હોસ્પિટલ, બેડ, ઓક્સિજન,રેમડેસીવીર ઇન્જેકસન, ફેબીફલૂ અને વેન્ટિલેટર બેડની સુવિધા માટે વલખા મારી રહ્યા છે. કોઈના કોઈ મેડિકલ સેવાની ઉણપને કારણે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. આવા કપરા સમયે અમુક જ પ્રજાના પ્રતિનિધિઓ મેદાનમાં છે. આવા જ એક પ્રતિનિધિ છે અલતાફ ખફી. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલતાફ ખફીએ કણસતા દર્દીઓના દર્દને પિછાણી સ્વ ખર્ચે શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર. હાલ મોટાભાગની હોસ્પિટલો ફૂલ છે ત્યારે દર્દીને ઓક્સિજનસાથેની સારવાર મળી રહે તેવા હેતુથી જામનગરમાં નિઃશુલ્ક આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. 50 બેડની સુવિધા સાથે આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓને તબીબી સવલત મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કોરોના બેકાબુ બનતા સૌરાષ્ટ્રભરની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જામનગરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં 2000 ઉપરાંત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ચાર વિંગની આ હોસ્પિટલ સંપૂર્ણ ફૂલ છે. સતત વધતી જતી દર્દીઓની સંખ્યાને લઈને શહેરની આઠ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ સારવારની મંજૂરી આપવામાં આવી છે. આ દવાખાના પણ ફૂલ થઈ ગયા છે. આવી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ બહાર એમયુલન્સમાં જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે છતાં પણ દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.જે ગંભીર સ્થિતિનો ચિતાર આપે છે. આવા સમયે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલતાફ ખફી મેદાને આવ્યા અને દર્દીઓના આશુ લુછવાનો પ્રયાસ કર્યો. આ નેતાએ તંત્રની મંજૂરીથી સરકારી શાળાને કોવિડ સેન્ટરમાં તબદીલ કરી દીધું.

જયારે જયારે કુદરતી આફતો કે કોઈ સંકટ આવે ત્યારે પ્રજા પોતાના પ્રતિનિધિઓ પાસેથી અપેક્ષા રાખે એ સહજ લાગણી છે. આવી લાગણીને વાચા આપી છે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ, સરકારી શાળામાં હાલ 50 બેડનું કોવિડ સેન્ટર શરૂ કર્યું છે. એમડી અને એમબીબીએસ તબીબોની ટિમ પણ કાર્યરત થઈ ગઈ છે. અહીં તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા અને તમામ દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક તરફ શહેરમાં ક્યાંય ઓક્સિજન વાળી બેડ નથી મળતી ત્યાં આ પ્રજા પ્રતિનિધીએ શરૂ કરેલ સેવાની મિશાલ ખરેખર બિરદાવવાને પાત્ર છે. જો આગામી સમયમાં જરૂર પડ્યે વધુ 50 બેડની વ્યવસ્થા કરવામાં આવશે એમ વિપક્ષી નેતાએ વાયદો કર્યો છે. હાલ પુરી પાડવામાં આવી રહેલ સુવિધા તદ્દન નિઃશુલ્ક છે.

શહેરમાં ખોજાનાકા પાસે આવેલી મહાનગર પાલિકાની શાળા નંબર 26માં આઈસોલેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ. જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા લોકોને તબીબી સારવાર, ઓક્સિજન, ખાટલો, દવા સહીતની સવલતો મળે તે માટે આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. આ આઈસોલેશન સેન્ટરમાં બેડ, ઓક્સિજનના બાટલા, દવા, ફળ, ઉકાળા, ભોજન સહીતની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ માટે 20 લોકોનો નસીંગ સ્ટાફ રાઉન્ડ ધ કલોક તૈનાત કરવામાં આવ્યા છે. સાથે 3 નિષ્ણાત તબીબો અહીં સેવા આપશે. તેમજ 100 જેટલા સ્વયંસેવકો જરૂરી સેવા આપે છે. આઈસોલેશન સેન્ટર માટે મહાનગરપાલિકાએ સ્કૂલની જગ્યા આપી છે.

ગઈ કાલ સુધી જે શાળામાં બાળકો ભણતા હતા ત્યાં આજે કોવિડ સેન્ટર ઉભું કરી દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. શાળાની બિલ્ડીંગમાં જ આરોગ્ય ચિકિત્સા પ્રવૃતિનો પ્રાંરભ કરવામાં આવ્યો છે એ સરાહનીય તો છે સાથે સાથે અન્ય દાતા, પ્રજાપ્રતિનિધીઓ, રાજકીય આગેવાનો આવા સેન્ટરો કાર્યરત કરે તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલસની કતાર ઘટી શકે અને દર્દીઓને સમયસર ખાટલા અને બાટલા સાથેની સારવાર મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here