મીની લોકડાઉન : આવતીકાલથી શુ રહેશે ખુલ્લું ? શુ બંધ ? કેવા છે નિયંત્રણો ? જાણો સંપૂર્ણ વિગતો

0
3154

જામનગર : રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી મીની લોકડાઉન સમી માર્ગદર્શિકાની અમલવારી માટે જામનગર જિલ્લા કલેકટર દ્વારા પણ ગઇકાલે સાંજે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામુ તા.5-5-2021 સુધી અમલમાં રહેશે.
રાજયમાં કોવિડ-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજય સરકારશ્રી દ્વારા ગૃહ વિભાગના તા.06/04/2021 તથા તા.12/04/ર0ર1 ના હુકમથી જરૂરી નિયંત્રણો મુકવામાં આવેલ છે.

ભારત સરકારશ્રીના વંચાણ – (2) ની સુચનાઓ ઘ્યાને લેતા સંદર્ભ-(3) માં દર્શાવેલ ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના હકમથી વિશેષ સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તથા જિલ્લાના અન્ય વિસ્તાર માટે સરકારશ્રીની સુચનાઓનું ચુસ્તપણે અમલ થાય તે માટે નવેસરથી સુચનાઓ બહાર પાડવી જરૂરી જણાય છે. જેથી જામનગરના જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર, રવિશંકર દ્વારા  ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 (1974ના નં.2) ની કલમ-144, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની પ કલપર-37 (4), 43 ની રૂઈએ મળેલ અધિકાર અન્વયે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.


જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે :-


જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે આ કચેરીના વંચાણ-(1) માં દર્શાવેલ તા.07/04/2021 ના જાહેરનામાં થી. તા30-4-ર021 સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં મુકવામાં આવેલ છે. જે રાત્રી કફર્યું તા.05/05/20214સુધી દરરોજ રાત્રીના 08.00 કલાકથી સવારના 06.00 કલાક સુધી અમલમાં રહેશે. રાત્રી કફલેક સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

કેવી રહેશે છૂટછાટ ???

1) બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.  
2) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ 71 કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી ર આપવાની રહેશે.  
3) રાત્રી કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી.
4) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.
5) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
6) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય જિ અભિગમ દાખવવાનો રહેશે.
7) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

શુ શુ બંધ રહેશે ? આવા સાગગે નિયંત્રણો…આવી છે ગાઈડલાઈન

આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટસ ( પાર્સલ સેવા સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ  તથા  કોર્મશીયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે. તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એપીએમસીમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ-વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન ક કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિઝિટલ ગુજરાત પોર્ટલ  પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયન્સન્સ ટેકનીકલ સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/ વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/ પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

આ સેવાઓ ચાલુ રહેશે

આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે. કોવિડ-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા. શાકભાજી માર્કેટ તથા ફટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાધ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ. અનાજ તથા મસાલા દળવાની ઘંટી. ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/ રેસ્ટોરન્ટ માંથી પાર્સલ સેવા.  ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.  પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન. પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી. ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ ક પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત પ્ર ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.
પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવા. પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.  કૃષિ કામગીરી,પેસ્ટક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા. ન  ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ ર સેવાઓ. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન/ ઔધોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધીત  માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોવિડ-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.  તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.  


જામનગર જિલ્લાના વિસ્તારો માટે આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. રાજ્યના તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/ પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.  તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડોસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોએ આરટીપીસીઆર  ટેસ્ટ સબંધમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here