જામનગર : મોગલ માતાના દર્શન કરવા નીકળેલ દંપતી ખંડિત, કમકમાટીભર્યો બનાવ

0
831

જામનગર : જામનગર નજીકના જાંબુડા ગામ નજીક ગઈ કાલે પુર ઝડપે દોડતા એક ટ્રેઈલરે પાછળથી ઠોકર મારતા મોટર સાયકલ સવાર દંપતી પૈકી પ્રૌઢ મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે જયારે મોટરસાયકલ ચાલક મૃતકના પતીને ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શેખપાટ ગામના દંપતી ગઈ કાલે પોતાના ગામડેથી જોડિયા પંથકમાં આવેલ ખીરી ગામના મોગલ માતાના દર્શને જતા હતા ત્યારે અર્ધ રસ્તે અકસ્માતનો ભોગ બની ગયા હતા. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

જામનગર નજીકના જાંબુડા ગામ નજીક સર્જાયેલ અકસ્માતના બનાવની વિગત મુજબ, ગઈ કાલે જામનગર તાલુકાના શેખપાટ ગામે રહેતા રણછોડભાઇ કરશનભાઇ નકુમ અને તેના પત્ની મણીબેન પોતાના ઘરેથી એક મોટરસાયકલ પર બેસી ખીરી ગામે આવેલ મોગલ માતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. દરમિયાન જાંબુડા ગામ નજીક ઇંટોના ભઠ્ઠા પાસેથી પસાર થઇ રહેલ આ મોટરસાયકલને પાછળથી પુર ઝડપે આવેલ ટ્રક ટ્રેલરે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં તોતિંગ ટેઈલરના વ્હીલ મણીબેન પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે મૃતકના પતિ રણછોડભાઈને મણકાના ભાગે ઈજાઓ પહોચતા જામનગર ખસેડાયા હતા. આ બનાવ  અંગે મૃતકના પુત્ર પુત્ર વિનોદભાઇ રણછોડભાઇ નકુમએ નાશી ગયેલ ટેઈલર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પંચકોશી એ ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે નાના એવા શેખપાટ ગામ અને સતવારા પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here