જામનગર: ભાજપ નેતા અને તેના સાળાઓ સામે ૨૨ લાખની છેતરપીંડીની ફરિયાદ

0
1194

જામનગર: શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે હોદ્દો નિભાવતા ભાજપના નેતા વિજયસિંહ જેઠવા અને તેના બે સાળાઓ સામે દિવ્યાંગ કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવી છે. રણજીતનગર વિસ્તારમાં રી ડેવલોપમેન્ટ પ્લાનમાં ફ્લેટ અપાવી દેવાનું કહી ૨૨ લાખ રૂપિયા લઇ લીધા બાદ ન ફ્લેટ આપ્યો કે ન રૂપિયા પરત કરાયા, જેને લઈને આસામીએ સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં હિંગળાજ ચોકમાં આશાપુરા સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ દિલુભા જાડેજાએ સીટી સી ડીવીજન પોલીસમાં ભાજપાના શહેર સંગઠન મહા મંત્રી વિજયસિંહ જેઠવા અને તેના બે સાળાપ ભગીરથસિંહ ગોહિલ તથા લાલભા ગોહિલ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત સબંધિત ફરિયાદ નોંધાવી છે. જેમાં અઢી વર્ષ પૂર્વે રણજીતનગર જુની પોસ્ટ ઓફીસ વાળી રીડેવલોપમેન્ટ સ્કીમના એપાર્ટમન્ટ બનાવવામાં કામ ચાલુ કરેલ હોય તેમા તેઓને ફલેટ બજારભાવ કરતા ઓછી કિમતે ફ્લેટ લેવાનુ કહી ભરોસો આપી, ઇન્દ્રજીતસિંહે વિજયસિંહના કહેવાથી તેઓના સાળા ભગીરથસિંહ ગોહીલ અને લાલભા ગોહીલને અલગ અલગ સમયે કટકે કટકે રૂપીયા ૨૨,૦૦,૦૦૦ લાખ આપયા હતા.

ત્યારબાદ નક્કી થયા મુજબ ફલેટનુ કામ ન કરી આપતા ઇન્દ્રજીતસિંહે ફલેટ લેવાનુ કેન્સલ કરી ફલેટ ખરીદવાના પૈસા આપેલ તે પૈસા પરત માંગયા હતા. જેને લઈને તે પૈસા આજદિન સુઘી નહી આપી અને વિજયસિંહે ફોન ઉપર હેન્ડીકેપ હોવાનુ પોતે જાણતા હોવા છતા તેઓને બિભીત્સ વાણી વિસાલ કરી પૈસા પરત નથી આપવા જે થાય તે કરી લે તેમ ઘમકાવ્યા હતા. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here