જામનગર: 13મી વિધાનસભા 2017ના લેખાજોખા

0
1444

13મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં 182 બેઠકો પર 69.01 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 99 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 77, એનસીપીને એક અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીને બે બેઠકો તેમજ અપક્ષને ત્રણ બેઠકો મળી હતી. આમ, વધુ એક વખત ભાજપે સત્તાની કમાન સંભાળી હતી.

જામનગર જિલ્લાની સ્થિતિ
જામનગરની પાંચ બેઠકો વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી.ત્રણ દાયકા બાદ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ બેઠકો મળી હતી. જામનગર શહેરની બંને બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારની ત્રણ બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવારનો વિજય થયો હતો. જોકે જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપતા પેટા ચૂંટણી થઈ હતી. જેમાં આ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.

જિલ્લાની પાંચ બેઠકો પર કેટલા મતદાર, કેટલું મતદાન

20મી ડિસેમ્બર 2017ના રોજ યોજાયેલી રાજ્યની 13મી વિધાનસભામાં જામનગર જિલ્લામાં કુલ 10,69,290 મતદારો નોંધાયા હતા. જે પૈકી 6,91,875 મતદારોએ 64.70 ટકા મતદાન કર્યું હતું
11179 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.

76 કાલાવડ વિધાનસભા

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

76 કાલાવડ વિધાનસભા બેઠક પર કુલ 2,15,156 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 1,31,449 મતદારોએ કુલ 61.10 ટકા મતદાન કર્યું હતું. જેમાં 1062 મત પોસ્ટલ મત હતા. જ્યારે 2693 મતદારોએ એક પણ ઉમેદવારને પસંદ નહીં કરીને નોટા પર ક્લિક કર્યું હતું.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં કોંગ્રેસના પ્રવીણભાઈ મુસડીયાને 78085 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા ભાજપાના ઉમેદવાર મૂળજીભાઈ ધૈડાને 45134 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના 32951 મત થી વિજય થયો હતો.
જ્યારે નોટામાં 2736 મત પડ્યા હતા. અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો, બસપાના દામજીભાઈ સુંદરવાને 2185 માવજીભાઈ 1408 મત અને ગૌતમ વાઘેલાને 445 મત મળ્યા હતા.
આ ઉપરાંત જ્યારે અશોકભાઈ મકવાણાને 408 મત દેવજીભાઈ ખરાને 334 મત, લાલજીભાઈ પઢીયારને 332 મત અને દીપકભાઈ વાઘેલાને 284 મત મળ્યા હતા.

77 જામનગર ગ્રામ્ય વિધાનસભા

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

77 જામનગર ગ્રામ્ય બેઠક પર 2,23,516 મતદારો નોંધાયા હતા. જે પૈકી 148152 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર 66.28% મતદાન થયું હતું. જેમાં 1016 જેટલા પોસ્ટલ મત પડ્યા હતા. જ્યારે 1523 મતદારો એવા હતા કે જે મતદારોએ એક પણ ઉમેદવારને પસંદ નહીં કરીને નોટાનું બટન દબાવ્યું હતું.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઇ હતી જેમાં કોંગ્રેસના વલ્લભ ધારવીયાને 70,750 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને 64,353 મત મળ્યા હતા. આમ કોંગ્રેસનો ઉમેદવાર વલ્લભભાઈનો 6397 મતથી વિજય થયો હતો. જ્યારે અપક્ષ અલી મામદભાઈ ગોરીને 2423 મત ઈસ્માઈલભાઈ ગંઢાને 1488 મત રજાકભાઈ અલીભાઈ ને 817 મત ચિંતન કાલાવડીયા ને 721 મત જયેશ મારકણા ને 681 મત જાવીદભાઈ સુમણીયા ને 639 મત અશોકસિંહ જાડેજા ને 369 મત, અબ્દુલભાઈ નૂરમહંમદભાઈને 358 મત, મનુભાઈ લોખીલ ને 332 મત, પરેશ ભંડેરી ને 327 મત, દેવજીભાઈ ખરાને 319 મત, ઓત્તમચંદ હરણીયાને 287, અબ્દુલકાદર ગુલામ કાદરીને 280 મત મામદભાઈ જુમાભાઈ ખફીને 275 મત, ડાયાભાઈ સથવારાને 267 મત, વેજાભાઈ બાંભવાને 218 મત, અખ્તર સચડા ને 218 મત દીપક ભાંભીને 213 મત, વિનોદગીરી ગોસ્વામીને 198 મત મળ્યા હતા. ઉપરાંત એલ બી પ્રજાપતિને 190 મત, પતરગની ઈસ્માઈલને 187 મત માંડવીયા વિઠ્ઠલ નાનજીભાઈ ને 176 મત નુર મહંમદ 173 મત ભુરાલાલ પરમારને 164 મત અને આબેદાબેન મલેકને 110 મત મળ્યા હતા. જ્યારે નોટા માં 1523 મત પડ્યા હતા.

78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન ?

78 જામનગર ઉત્તર બેઠક પર કુલ 2,18,785 મતદારો નોંધાયા હતા. જે પૈકી 1,43315 મતદારોએ મતદાન કર્યું હતું આ બેઠક પર કોઈ 65.50 ટકા મતદાન થયું હતું જે પૈકીના 2019 મત પોસ્ટલ મત પડ્યા હતા. જ્યારે 1486 મતદારો એવા હતા કે જેને એક પણ ઉમેદવારને મત આપ્યો ન હતો. આ મતદારોએ નોટા પર પસંદગી ઉતારી હતી.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ 25 ઉમેદવારો દાવેદારી કરી હતી. જેમાં ભાજપના જાડેજા ધર્મેન્દ્રસિંહ મેરૂભા ને 84,327 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના જીવણભાઈ કાળુભાઈ કુંભારવાડીયાને 43,364 મત મળ્યા હતા. આમ, ભાજપના હકુભાનો 40963 મતથી વિજય થયો હતો.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના ગૌતમ આલાભાઈ વાઘેલાને 1957 મત, એનસીપીના જાફર જુસબ દોદેપોત્રાને 831 મત મળ્યા હતા.
અપક્ષની વાત કરવામાં આવે તો સુર્યાભાઈ ગુજરાતીને 4047 મત, અરજણ જોગલને 1568 મત, જગદીશભાઈ દેવશીભાઈ પરમારને 729 મત, દેવજી પરમારને 666 મત, અમીતાબેન ચૌહાણને 625 મત, આરીફ ખફીને 437 મત, મોહમ્મદ સિદ્ધિક કુરેશીને 354 મત, દિનેશ જાદવને 284 મત, જુનસ મામદ ચાવડાને 271 મત, કાનજી વાઘેલાને 258 મત, સિરાજ રાયજાદાને 249 મત, દીપક દેવાતભાઈ ચાવડાને 245 મત, દિનેશ પરમારને 200 મત, અશોક ભામ્ભીને 184 મત, અશોક આરથિયાને 183 મત મળ્યા હતા.
જ્યારે ચંદ્રેશ સંઘાણીને 165 મત, હનીફ અબ્દુલભાઈ ખુરેશીને 156 મત, રમેશ અમરાભાઇ મકવાણાને 155 મત, ઇનુસ મહમદ આમરોણિયાને 138 મત અને મામદ કાસમભાઇ સમેજાને 123 મત મળ્યા હતા.
જ્યારે 1538 મત નોટામાં પડ્યા હતા.

79 જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક

આ બેઠક પર કુલ 2,06,582 મતદારો નોંધાયા હતા. જે પૈકી 1,33,357 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર 64.55 ટકા મતદાન થયું હતું. જે પૈકી 1266 પોસ્ટલ મતનો સમાવેશ થાય છે. આ મતદારો પૈકી 2306 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઇ હતી. જેમાં ભાજપના આરસી ફળદુને 71,718 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા અશોકલાલને 55,369 મત મળ્યા હતા. આમ ભાજપના આરસી ફળદુનો 16349 મતથી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના અશ્વિન નાથા ચાવડાને 1627 મત, જેડીયુના બોદુભાઈ ઇસ્માઈલભાઈ ખફીને 489 મત, શિવસેનાના બ્રિજેશ નંદાને 415 મત, જયદીપ ઝાલાને 360 મત, દેવજી પરમારને 336 મત, જાગૃતિબેન વ્યાસને 276 મત, હેમલતાબેન ચાંદ્રાને 145 મત અને જયદેવસિંહ ચૌહાણને 142 મત મળ્યા હતા.
આ ઉપરાંત 2326 મત નોટામાં પડ્યા હતા.

80 જામજોધપુર વિધાનસભા બેઠક

જામજોધપુર વિધાનસભા બેઠક પર કુલ 205,251 મતદારો નોંધાયા હતા. જે પૈકી 1,35,582 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર 66.06 ટકા મતદાન થયું હતું. આ મતદાન પૈકી 1082 મત પોસ્ટલ સ્વરૂપે પડ્યા હતા. આ મતદારો પૈકી 3187 મતદારો એવા હતા જેઓએ એક પણ ઉમેદવારને પસંદગી નહીં કરી નોટાના બટન પર ક્લિક કર્યું હતું.

કેટલા ઉમેદવારો કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ 13 ઉમેદવારોએ દાવેદારી કરી હતી જેમાં કોંગ્રેસના ચિરાગ કાલરીયાને 64,212 મત જ્યારે પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા ને 61694 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ચિરાગભાઈ કાલરીયાનો 2518 મત થી વિજય થયો હતો.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો હમીરાણી સલીમભાઈ હુસેનભાઈને 1355 મત, પ્રવીણભાઈ વલ્લભભાઈ નારીયાને 1160 મત, રમેશભાઈ ડાંગરને 1035 મત, મોહનલાલ રાબડીયાને 937 મત, મહમદભાઈને 463 મત, કરશનભાઈ લાખાભાઈને 422 મત, ગંભીરસિંહ ચુડાસમાને 372 મત મળ્યા હતા. જ્યારે સીડા અબુ ઉંમરને 256 મત અને ચંદ્રિકાબેન લાડાણીને 193 મત તેમજ વિજયસિંહ જાડેજાને 153 મત મળ્યા હતા. આ ઉપરાંત 3214 મત નોટામાં પડ્યા હતા.

77 જામનગર ગ્રામ્ય બેઠક પર પેટા ચૂંટણી

કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ રાજીનામું આવતા વર્ષ 2019 માં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ય પક્ષપલટો કરી લેતા આ બેઠક ખાલી થઈ હતી. આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે સામાન્ય ચૂંટણીઓમાં હારી ગયેલા રાઘવજી પટેલ ને ફરી તક આપી હતી તો સામે પક્ષે કોંગ્રેસે જયંતીભાઈ સભાયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર કુલ 2,31,558 મતદારોમાંથી 1,51651 મતદારોએ 65.13 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર રાઘવજી પટેલનો 32613 મતથી વિજય થયો હતો.

કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો જંગ કોણે મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર 15 ઉમેદવારો વચ્ચે સ્થિતિ ચૂંટણી સ્પર્ધા થઇ હતી. જેમાં ભાજપાના રાઘવજીભાઈ પટેલને 87,673 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના જયંતીભાઈ સભાએ અને 55,060 મત મળ્યા હતા.
જ્યારે અન્ય પક્ષો પૈકીના ભરતભાઈ કણજારીયા ને 1584 મત ખપીને 222 મત ઉપેન્દ્ર ચૌહાણને 223 મત ધીરજ ચૌહાણને 238 મત અમિતાબેન ચૌહાણને 219 મત ભુરાલાલ પરમારને 279 મત રાધા ભાઈ મકોડીયા અને 450 મત નરેન્દ્ર માતંગને 274 મત, રણછોડ કાનજીભાઈ કણજારીયા ને 212 મત રમેશ પનારા અને 269 મત, રાઠોડ ભાવિન ને 439 મત હરેશભાઈ રાઠોડ ને 603 મત વિનોદભાઈ સાગઠીયાને 938 મત અને નોટા માં 2198 મત પડ્યા હતા.
ભાજપ તરફથી વિજેતા બનેલા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ને રાજ્યના મંત્રીમંડળમાં સમાવાયા હતા અને તેઓને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here