જામનગર: 12મી વિધાનસભા 2012, નવા સીમાંકનમાં એક બેઠક ઘટી

0
399

12મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો હતો 115 બેઠકો સાથે ભાજપે ફરી એક વખત સત્તા સંભાળી હતી જ્યારે કોંગ્રેસ અને 61, એનસીપીનો બે, જનતા દળને એક અને જીપીપી ને બે બેઠકો જ્યારે અપક્ષના ફાળે એક બેઠક ગઈ હતી.

13 ડિસેમ્બર 2012ના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીની જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ સાત બેઠકો પૈકી પાંચ બેઠકો પર ભાજપ અને બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. 2012ના નવા સીમાંકન મુજબ જામનગર ગ્રામ્યની બેઠકના બદલે હવે કાલાવડ બેઠકને અનુસૂચિત જાતિ અનામત કરવામાં આવી હતી. જ્યારે જામનગર શહેરમાં વધુ એક બેઠકનો ઉમેરો કરવામાં આવ્યો હતો.J આમ જામનગર શહેરની બે બેઠકો અસ્તિત્વમાં આવી હતી.

76 કાલાવડ વિધાનસભા બેઠક

આ બેઠક પ્રથમ વખત અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી હતી આ બેઠક પર કુલ 1,94,894 મતદારો નોંધાયા હતા જે પૈકી 1,34,442 મતદારોએ કુલ 68.98% મતદાન કર્યું હતું. આ મતદાન પ્રક્રિયામાં 1230 મત પૈકીના 22 પોસ્ટલ મત રદ થયા હતા.

કેટલા ઉમેદવારો વચ્ચે થઈ ટક્કર? કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય?

13મી ડિસેમ્બર 2012 ના રોજ યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક બીજેપીના ફાળે ગઈ હતી. આ બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાંથી ચાર ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી.
વિજેતા બનેલા ભાજપના મેઘજીભાઈ ચાવડાને 49027 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પરમારને 42,908 મત મળ્યા હતા. આમ, મેઘજીભાઈનો 6119 મતથી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારો પૈકીના જીપીપીના ગિરધરભાઈ આલાભાઇ વાઘેલાને 33418 મત, બસપાના બોખાણી અરવિંદભાઈ ગોરજીભાઈને 2577 મત, જ્યારે અપક્ષ ઉમેદવારો પૈકીના લાલજીભાઈ કારાભાઈ પઢીયારને 3096 મત, મેઘજીભાઈ ઉગાભાઇ ચાવડાને 1844 મત અને મેઘજીભાઈ પીઠાભાઈ ચાવડાને 1550 મત મળ્યા હતા

77 જામનગર ગ્રામ્ય બેઠક

આ બેઠક પર કુલ 1,86,173 મતદારો નોંધાયા હતા જે પૈકી 1,35,167 મતદારોએ 72.64 ટકા મતદાન કર્યું હતું. જોકે આ બેઠક પર 60 પોસ્ટલ મત રદ થયા હતા.

કેટલા ઉમેદવાર વચ્ચે થઈ ટક્કર કોણ ને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં 14 ઉમેદવારોની ડિપોઝિટની રકમ જપ્ત થઈ હતી. આ બેઠક પર કોંગ્રેસના રાઘવજીભાઈ પટેલને 60499 મત મળ્યા હતા જ્યારે બીજેપીના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુને 57195 મત મળ્યા હતા. આમ રાઘવજી પટેલ નો 3304 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 2.44 ટકા દર્શાવે છે.
જ્યારે અન્ય ઉમેદવારો પૈકીના બસપાના દોદેપોતરા જુસબ હાજીભાઈને 4,875 મત, સીપીએમના જાદવજીભાઈ જીવાભાઈ રાઠોડને 1518 મત, જીપીપીના પ્રાણજીવનભાઈ કુંડારીયાને 1310 મત, સપાના સૈયદ અબ્દુલ કાદર હુસૈનને 901 મત અને આરકેઈપીના નોતીયાર બાવલાભાઈને 531 મત મળ્યા હતા. જ્યારે અપક્ષો પૈકીના સતવારા હરેશભાઈ દામજીભાઈ ને 2315 મત, લોખીલ મનુભાઈ રાણાભાઇને 2002 મત, ઇશાક ઓસમાણભાઈ સંઘારને 1459 મત, ભુરાલાલ મેઘજીભાઈ પરમારને 715 મત, દિપક જશુભાઈ દલિતને 571 મત, હાસમ જાકુ કકલને 367 મત, વનીતાબેન અશોકભાઈ ચૌહાણને 365 મત અને શીતલકુમાર વેલજીભાઈ કાનાણીને 296 મત મળ્યા હતા.

78 જામનગર ઉત્તર બેઠક

પ્રથમ વખત અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર 1,82,733 મતદારો નોંધાયા હતા જે પૈકીના 1,21977 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 66.75 ટકા થયેલા મતદાન પૈકી 24 પોસ્ટલ મત રદ થયા હતા.

કેટલા ઉમેદવારો વચ્ચે થઈ ટક્કર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય

આ બેઠક પર કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ હતી. આ બેઠક પર કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા)ને 61642 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર મુળુભાઈ બેરાને 52,194 મત મળ્યા હતા. આમ હકુભા જાડેજાનો 9448 મતથી વિજય થયો હતો. જે માન્ય મતના 7.75% મત દર્શાવે છે.
ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના ભાગવત નરેશકુમાર હિરજીભાઈ માતંગને 1849 મત, જીપીપીના પ્રવીણ ધનજીભાઈ નકુમને 1118 મત, આરકેઈપીના દરજ્જાદા કાસમભાઇને 223 મત, એલઓઆરપી ના બેલીમ આશિફભાઈ કરીમભાઈને 197 મત મળ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો સોઢા સલીમભાઈને 2297 મત, જુસબ ઈશાક સોઢાને 1154 મત, રાવજીભાઈ હકુભાઇ મેરિયાને 487 મત, પંડ્યા ચિરાગ હરિઓમભાઈને 239 મત, ધારવીયા દયાળભાઈ અંબાભાઈ ને 229 મત, પરમાર રમાબેન માવજીભાઈ ને 187 મત અને વિજય જેઠાભાઈ ગોહિલ ને 161 મત મળ્યા હતા.

79 જામનગર દક્ષિણ બેઠક

વર્ષ 2012માં 12મી વિધાનસભાની નવા સીમંકલ મુજબ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર કુલ 1,84,138 મતદારો નોંધાયા હતા જે પૈકી 1,21,079 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 65.75% થયેલા મતદાન પૈકી 49 પોસ્ટલ મત રદ થયા હતા.

કેટલા ઉમેદવારો વચ્ચે થઈ ટક્કર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

જામનગર દક્ષિણ બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં બાર ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. આ બેઠક પર ભાજપના વસુબેન ત્રિવેદીને 55894 મત મળ્યા હતા.જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્ર હરિદાસ ભાઈલાલ (જીતુભાઈ લાલ)ને 53032 મત મળ્યા હતા. આમ ભાજપના વસુબેનનો 2862 મતથી વિજય થયો હતો. જે કુલ મતના 2.36% મત દર્શાવે છે
જ્યારે અન્ય ઉમેદવારો પૈકીના જીપીપીના તુલસીભાઈ માવજીભાઈ સભાયાને 5747 મત, સપાના અશરફ જુમાભાઈ ખફીને 2251 મત, જેડીયુના પ્રીતિબેન શૈલેષભાઈ વેદાંતને 164 મત મળ્યા હતા.
આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો હેમત આત્મારામભાઈ ભદ્રાને 1830 મત, સોનગરા દિનેશ ધનજીભાઈને 775 મત, સલીમ યુસુફભાઈ ખપીને 343 મત, રાઠોડ શૈલેષ હરીશભાઈને 283 મત, વિક્રમસિંહ ભાવસિંહ જેઠવાને 262 મત, નરેન્દ્રભાઈ ચનાભાઈ પરમાર ને 199 મત, ગોહિલ કૈલાશભાઈ ખીમજીભાઇને 127 મત, ખીરા જુમાભાઈ નુરમહંમદભાઈને 89 મત અને ચેતનભાઇ જયસુખલાલ દવેને 83 મત મળ્યા હતા.

80 જામજોધપુર વિધાનસભા બેઠક

જામજોધપુર વિધાનસભા બેઠક પર 1,80,661 મતદારો નોંધાયા હતા. જે પૈકી 1,35,969 મતદારોએ 75.30 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર 1138 પોસ્ટલ મત પડ્યા હતા. જે પૈકીના 62 મત રિજેક્ટ થયા હતા. આ બેઠકના એક પોલિંગ સ્ટેશન પર ફરીથી મતદાન કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો.

કેટલા ઉમેદવાર વચ્ચે થઈ ટક્કર કોણે મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ 10 ઉમેદવાર વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં આઠ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ બેઠક પર ભાજપના જમનભાઈ સાપરિયાને 75395 મત મળ્યા હતા. જ્યારે તેના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર હરદાસભાઈ કરસનભાઈ ખવાને 47,204 મત મળ્યા હતા. આમ ચીમનભાઈ સાપરિયાનો 28,191 મતથી વિજય થયો હતો. જે માન્ય મતના 20.73% મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો જીપીપીના પ્રવીણભાઈ કાનજીભાઈ તાડાને 6,527 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ પૈકીના રાઠોડ હસમુખભાઈ છગનભાઈને 2679 મત, પ્રવીણભાઈ વલ્લભભાઈ નારીયાને 1904 મત, સહાદતરજા ઇનાયતરજા ખાનને 593 મત, ઈશાક સિદીક સમાને 560 મત, અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ નોઈડાને 423 મત, ઈબ્રાહીમભાઇ સુમારભાઈ વીધાણીને 397 મત અને ઈકબાલભાઈ સલેમાનભાઈ ઉડેચાને 287 મત મળ્યા હતા

81 ખંભાળિયા વિધાનસભા બેઠક

જામનગર જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પર 2,30,992 મતદારો નોંધાયા હતા જે પૈકી 1,57,764 મતદારોએ મતદાન કર્યું હતું. 68.30% થયેલા મતદાન પૈકી 1206 મત પોસ્ટલ મત રૂપે પડ્યા હતા. જેમાંથી 73 મત રદ થયા હતા.

કેટલા ઉમેદવાર વચ્ચે થઈ સ્પર્ધા કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય ?

જામનગર જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પર કુલ 17 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી જેમાં 15 ઉમેદવારોને ડિપોઝિટ જપ્ત થઈ હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂનમબેન હેમંતભાઈ માડમને ભાજપે ટીકીટ આપી ખંભાળિયા બેઠક લડાવી હતી. જેમાં પૂનમબેનને 79,087 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર એવા એભાભાઈ કરસનભાઈ કરમુરને 40,705 મત મળ્યા હતા. આમ ભાજપના પૂનમબેનનો 38,382 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 24.33% મત દર્શાવે છે.
ઉપરાંત અન્ય પાર્ટીના ઉમેદવારોની વાત કરવામાં આવે તો, જીપીપીના નકુમ લાલજીભાઈ દેવશીભાઈને 15,765 મત, આર એલ ડીના કાસમ ભોકલને 5379 અને બસપાના જાફરભાઈ જુસબભાઈ કોટાઈને 4583 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ પૈકીના મુસા સુવાલીભાઈ સમાને 2680 મત, હીરાભાઈ ખીમાભાઈ સગરને 2438 મત, ઈશાક અબ્દુલ્લભાઈ ભગાડને 1551 મત, વાલાભાઈ ડાયાભાઈ જોડને 1414 મત ભાનુબેન માણસુરભાઈ ખરાને 824 મત, નરસીભાઈ ગોરધનભાઈ પરમારને 675 મત, અલીભાઈ ઈશાભાઈ પલાણીને 674 મત, અલીભાઈ જાકુબભાઈ કારાને 488 મત, અનવર ઉમર જોખીયાને 434 મત, ચાવડા અશોકભાઈ નાથાભાઈને 382 મત, ખેરાજભાઈ જસાભાઈ ગોરડીયા ને 345 મત અને જીતેશભાઈ બાબુભાઈ રાઠોડને 340 મત મળ્યા હતા.

82 દ્વારકા વિધાનસભા બેઠક

જામનગર જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠક પર કુલ 2,24,030 મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી 1,48,349 મતદારોએ મતદાન કર્યું હતું આ બેઠક પર કુલ 66.22% થયેલા મતદાન પૈકી 1228 મત પોસ્ટલ મત પડ્યા હતા.આ પોસ્ટલ મત પૈકીના 32 મત રિજેક્ટ થયા હતા.

કેટલા ઉમેદવાર વચ્ચે થઈ ચૂંટણી ?કોને મળ્યા કેટલા મત ?કોનો થયો વિજય?

જામનગર જિલ્લાની આ વિધાનસભા બેઠક પર કુલ 16 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી 14 ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ હતી. આ બેઠક પર ભાજપના પબુભા વિરમભા માણેકને 70,062 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર એવા મુળુભાઈ કંડોરીયા ને 64,446 મત મળ્યા હતા આમ ભાજપના પબુભાનો 5,616 મતથી વિજય થયો હતો. જે કુલ મતના 3.79 ટકા મત દર્શાવે છે.
જ્યારે જીપીપીના સોનગરા જયંતીલાલ વશરામભાઈને 1879 મત, સમા મોહમ્મદ હુસેન સુલેમાનને 1048 મત મળ્યા હતા જ્યારે જેડીયુના ભરતભાઈ દ્વારકાદાસભાઈ ધોકાઈને 274 મત મળ્યા હતા.
આ બેઠક પર ચૂંટણી લડેલા અપક્ષ ઉમેદવારની વાત કરવામાં આવે તો સુમણીયા પતરામલભા બાલુભાને 4037 મત, વાલીબેન કમાભાઈ રાઠોડને 2582 મત, દેવાણંદભાઈ રણમલભાઈ ગોજીયાને 1279 મત, મયુર ઘેલુભાઈ માડમને 621 મત, અતુલભાઇ રતિલાલભાઈ ભટ્ટને 529 મત, ભીમાભાઇ ગંગાભાઈ ગોરડીયાને 401 મત, ભગવાનજી હેમરાજભાઈ થોભાણીને 347 મત, દિલીપ અમરદાસ કાપડીને 269 મત, પરમાર જેતાભાઈ સવજીભાઈને 215 મત, ગોજીયા કુંભાભાઈ રામદેભાઈને 183 મત અને નકુમ છગનભાઈ કાનાભાઈ ને 177 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here