જામનગર: 11મી વિધાનસભા, માત્ર 17 મતથી હાર્યા પૂર્વ કૃષિ મંત્રી

0
1154

11મી ડિસેમ્બર 2007 ના રોજ યોજાયેલ 11 મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. આ વખતે 182 બેઠકોમાંથી ભાજપને 117 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 59 બેઠકો અને એનસીપીને 3 બેઠકો ગઈ હતી. આ ઉપરાંત જેડીયુને ફાળે 1 બેઠક રહી હતી. વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત એક પણ અપક્ષ ઉમેદવાર ચૂંટાયો ન હતો.
જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાજપાના ફાળે છ બેઠકો ગઈ હતી. જ્યારે બે બેઠકો કોંગ્રેસને મળી હતી. ગત વિધાનસભાની સરખામણીએ ભાજપને એક બેઠક ઓછી મળી હતી.

કઈ કઈ પાર્ટીઓ વચ્ચે જંગ ?

બીજેપી-ભારતીય જનતા પાર્ટી, બીએસપી-બહુજન સમાજ પાર્ટી, સીપીઆઇ-કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, સીપીએમ-કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, આઈએનસી-ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એનસીપી-નેશનલ કોંગ્રેસ પાર્ટી, સીપીઆઈ- કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, જેડી યુ-જનતા દળ, એલ જે પી -લોક જન શક્તિ પાર્ટી, આરજેડી- રાષ્ટ્રીય જનતા દળ, એસ.એચ.એસ-શિવસેના, એસપી -સમાજવાદી પાર્ટી સહિત 38 પાર્ટીઓએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું.

24 જોડીયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

11મી વિધાનસભાની જોડિયા બેઠક પર 1,36,751 મતદારો નોંધાયા હતા. જે પૈકી 96,691 મતદારોએ કુલ 70.71% મતદાન કર્યું હતું. આ બેઠક પર એક પણ મત અમાન્ય ઠર્યો ન હતો.

કેટલા ઉમેદવારો ?કોની કોની વચ્ચે થઈ ટક્કર ? કોનો થયો વિજય?

જોડીયા બેઠક પર 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જે પૈકી ૬ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ વખતે કોંગ્રેસ અને બીજેપી વચ્ચે સીધી ટક્કર થઈ હતી. ભાજપના રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલને 47,589 મત મળ્યા હતા જ્યારે બીજેપીના બાબુભાઈ હરજીભાઈ ઘોડાસરાને 42,396 મત મળ્યા હતા આમ રાઘવજીભાઈ નો 5193 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 5.37% દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના ખાલિદમિયા રજાકમિયા સૈયદને 1513 મત, આર પી આઈના દિનેશ ચૌહાણને 306 મત અને જેડીયુના અશ્વિન નાથાભાઈ ભીમાણીને 214 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો પોપટપોતરા રફીક અબુબકરને 2843 મત, ભુરાલાલ મેઘજીભાઈ પરમારને 1408 મત અને પ્રવીણભાઈ ઝીણાભાઈ પરમારને 406 મત મળ્યા હતા.

25 જામનગર વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

જામનગર શહેરની એકમાત્ર બેઠક પર 1,31,731 મતદારો નોંધાયા હતા.આ મતદારો પૈકી 68,737 મતદારોએ 52.18% મતદાન કર્યું હતું આ મતદાન પ્રક્રિયામાં એક પણ મત રદ થયો ન હતો.

કેટલા ઉમેદવારો વચ્ચે ખેલાયો જંગ? કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં સાત ઉમેદવારોની ડિપોઝિટ જપ્તે કરવામાં આવી હતી. આ બેઠક પર પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં ભાજપનો વિજય થયો હતો ભાજપના પ્રોફેસર વસુબેન ત્રિવેદીને 33,021 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જીતેન્દ્ર હરિદાસભાઈ લાલને 31,941 મત મળ્યા હતા. ભાજપના વસુબેનનો 1080 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 1.7 ટકા મત દર્શાવે છે.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના વિનોદભાઈ જાનીને 1307 મત, બીજેએસએચના કીરસાતા દીપકકુમાર નવરંગ ભાઈને 442 મત અને એસએચએસના મધુબેન ભટ્ટને 178 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ ઉમેદવાર પૈકી દેવીદાન ગોપાલ ગઢવીને 1098 મત, મનોજભાઈ જોશીને 349 મત, રઘુવીરસિંહ જાડેજાને 213 મત અને સતાર લાખા કાદરને 188 મત મળ્યા હતા.

26 જામનગર ગ્રામ્ય બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પર 2,93,775 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 1,38,969 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર થયેલા 47.30 ટકા મતદાન પૈકી એક પણ મત રદ થયો ન હતો.

કેટલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

જામનગર ગ્રામ્ય બેઠક પર 13 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી. જેમાં 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રથમ શ્રેણીમાં રહ્યા હતા. આ બેઠક પર ભાજપના લાલજીભાઈ પ્રેમજીભાઈ સોલંકીને 68,063 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના દિનેશભાઈ પરમારને 58182 મત મળ્યા હતા. આમ ભાજપના લાલજીભાઈનો 9,881 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 7.11% દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના નાથાલાલ ભીમજીભાઇ પરમારને 3399 મત આરકેઈપીના રાજાભાઈ ધુલિયાને 906 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ નરસિંભાઈ ભોજાભાઇ પરમારને 1005 મત,રામજીભાઈ સાગઠીયાને 813 મત, રતિલાલ ડાભીને 330 મત, જયેશકુમાર મોહનભાઈને 289 મત, ગૌતમભાઈ ગોહિલને 277 મત, શંકરભાઈ ચૌહાણને 273 મત, દેવજીભાઈ બેચરભાઈ ચાવડાને 254 મત અને પ્રવીણભાઈ ચૌહાણને 226 મત મળ્યા હતા.

27 કાલાવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

કાલાવડ વિધાનસભા બેઠક પર કુલ 146041 મતદારો નોંધાયા હતા જે પૈકી 84,702 મતદારોએ કુલ 58% મતદાન કર્યું હતું. 11 ડિસેમ્બર 2007ના રોજ યોજાયેલ આ ચૂંટણીમાં ત્રણ મત રદ થયા હતા.

કુલ કેટલા ઉમેદવારો ? કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા ?કોનો થયો વિજય ?કોણે મળ્યા કેટલા મત?

આ બેઠક પર 11 ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર થઈ હતી જેમાં નવ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. ભાજપના આરસી ફળદુ ને 39497 મત મળ્યા હતા જ્યારે તેના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના જે ટી પટેલને 33,225 મત મળ્યા હતા આમ આરસી ફળદુનો 6272 મતથી વિજય થયો હતો જે કુલ મતના 7.40% મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના ગોકલભાઈ ભંડેરીને 3449 મત, એસએચએસના વણપરીયા રમેશભાઈને 653 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ ઉમેદવાર દિનેશભાઈ સોરઠીયાને 3693 મત, મનસુખભાઈ મુન્દ્રાને 1593 મત, ધનજીભાઈ રાણેવાડિયાને 923 મત, યારમામદભાઈ બલોચને 574 મત, જયંતીલાલ મારવિયાને 443 મત, ઈબ્રાહીમભાઇ આમદ ભાઈને 379 મત અને મનસુખભાઈ ચાવડાને 273 મત મળ્યા હતા.

28 જામજોધપુર વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

જામ જોધપુર વિધાનસભા બેઠક પર 1,33,325 મતદારો નોંધાયા હતા જે પૈકીના 93,248 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર એક પણ મત રદ થયો ન હતો.

કેટલા ઉમેદવાર કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય ?

જામજોધપુર વિધાનસભા બેઠક પર કુલ છ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થઈ હતી જેમાં ચાર ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ હતી. આ બેઠક પર કોંગ્રેસના બ્રીજરાજસિંહ હિંમતસિંહ જાડેજા નો વિજય થયો હતો તેઓ ને 43,254 મત મળ્યા હતા જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ચીમનભાઈ સાપરિયા ને 43,237 મત મળ્યા હતા આમ કોંગ્રેસના જાડેજા નો 17 મતથી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારો પૈકી અપક્ષ દાવેદારી કરનાર અશ્વિનભાઈ વાછાણીને 3549 મત, પિયુષ ત્રિવેદીને 1551 મત, અલ્લારખાભાઈ ઘુઘાને 1051 મત અને મોહનભાઈ વીરજીભાઈ ને 606 મત મળ્યા હતા.

29 ભાણવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

ભાણવડ બેઠક પર કુલ 1,30,204 મતદારો નોંધાયા હતા જે પૈકી 76,965 મતદારોએ 59.11 ટકા મતદાન કર્યું હતું આ બેઠક પર ઇવીએમમાં નોંધાયેલા મતદાન પૈકી 715 મત ઓછા નીકળ્યા હતા.

કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો જંગ કોણે મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

ભાણવડ વિધાનસભા બેઠક પર 10 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થઈ હતી જેમાં આઠ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી આ બેઠક પર ભાજપના મૂળુભાઈ બેરાને 41,950 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કનારા હમીરભાઈ મેપાભાઇને 28059 મત મળ્યા હતા. આમ મૂળભાઈ બેરાનો 13,891 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 18.22% મત દર્શાવે છે.

જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો બસપાના ધરણાતભાઈ નારણભાઈ ચાવડાને 1085 મત મળ્યા હતા. અન્ય અપક્ષો પૈકીના મુસાભાઇ ઈબ્રાહીમભાઇ હિંગોરાને 2982 મત, જુસબભાઈ તૈયબભાઈ હીંગોરાને 944 મત, અબ્દુલભાઈ વલીમહમદભાઈ સંધીને 319 મત, ગફારભાઈ કાદરભાઈ બલોચને 278 મત, રજાક કાસમ ચાવડાને 248 મત, ઈકબાલભાઈ અબુભાઈ ભોકલને 192 મત અને મનસુરભાઈ મામદભાઈ સાઇચાને 187 મત મળ્યા હતા

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

ખંભાળિયા વિધાનસભા બેઠક પર 1,59,667 મતદારો નોંધાયા હતા જે પૈકી 86,655 મતદારોએ કુલ 54.27 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર એક પણ મત રદ થયો ન હતો.

કેટલા ઉમેદવાર વચ્ચે થઈ સ્પર્ધા કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

જામનગર જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પર કુલ પાંચ ઉમેદવાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ત્રણ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. આ બેઠક પર ભાજપના મેઘજીભાઈ ડાયાભાઈ કણજારીયાને 40,358 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના રણમલભાઈ વારોતરીયા ને 39,560 મત મળ્યા હતા આમ ભાજપના મેઘજીભાઈ નો 798 મત થી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારો પૈકી એબીજેએસના વાઘેલા પ્રવીણભાઈ રામજીભાઈને 1278 મત અને બે અપક્ષો પૈકીના સાલેમામદ કરીમભાઈ ભગાડને 4275 મત તેમજ રાણીબેન નાથાભાઈ ખૂટીને 1184 મત મળ્યા હતા.

૩૧ દ્વારકા વિધાનસભા બેઠક

કેટલા મતદારો, કેટલું થયું મતદાન

દ્વારકા વિધાનસભા બેઠક પર 1,67,442 મતદારો નોંધાયાત જે પૈકી 77,460 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 46.26% મતદાન પૈકી એક પોસ્ટલ મત રદ થયો હતો.

કેટલા ઉમેદવાર વચ્ચે ટક્કર? કોનો થયો વિજય? કોને મળ્યા કેટલા મત ?

31 દ્વારકા વિધાનસભા બેઠક પર નવ ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી જેમાંથી સાત ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી.
આ બેઠક પર ભાજપના પબુભા માણેકને 40,243 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સોમાણીયા ધનાભાને 29,590 મત મળ્યા હતા આમ ભાજપના પબુભા માણેકનો 10,653 મતથી વિજય થયો હતો જે કુલ માન્ય મતના 13.75% મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારો પૈકી બસપાના ભટ્ટ હરેશભાઈ શંકરલાલ ને 2045 મત મળ્યા હતા. જ્યારે અપક્ષો પૈકીના હડિયલ હરજીભાઈ જેઠાભાઈ ને 2097 મત, રેખાબા દોલુભા જાડેજા ને 1148 મત, ચૌહાણ હબીબભાઈ ઈબ્રાહીમભાઇને 802 મત, પરમાર જેઠાભાઈ સવજીભાઈ ને 675 મત, નકુમ કુરજીભાઈ અરજણભાઈ ને 507 મત અને નેભાભાઈ ડાડુભાઈ સુવા ને 352 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here