જામજોધપુર : એલડીઓનો ગેરકાયદેસર થતો વેપાર કોણ બંધ કરાવશે ?

જામજોધપુર તાલુકા પેટ્રોલ ડીઝલ એશોશીયન પ્રમુખ હરેશ બારીયાની તંત્રને રજૂઆત

0
906

જામનગર અપડેટ્સ : જામજોધપુરમાં ગેરકાયદેસર રીતે ડિઝલનું વેંચાણ કરતા ક્ધઝયુમર પંપના સંચાલક સામે  વધુ એક વખત પગલા ભરવાની રજૂઆત કરવામાં આવી છે.

જામજોધપુર પેટ્રોલ-ડિઝલ પંપ એસોશિએશન દ્વારા કરાયેલ રજૂઆત મુજબ,  સમગ્ર ગુજરાત ખાનગી કંપનીના ચાલી રહેલા ક્ધઝયુમર પંપના હાટડાઓ કે જે ખુલ્લા બજારમાં ડીઝલનું વેચાણ કરી શક્તા નથી તેમ છતા ગુજરાત સરકારને વેટની આવકમાં તરાપ મારી અને બેરોકટોક ડીઝલનું વેચાણ કરાઈ રહ્યું છે. હાલ સમગ્ર ગુજરાતમાં બાયોડીઝલ અને એલ.ડી.ઓના નામે ચાલતા કેમીકલયુક્ત પદાર્થોના વેચાણથી જેમ પર્યાવરણ અને સરકાર તે ટેકસની નુકશાની જઈ રહી છે અને તેમના વિરૂધ્ધ પગલા પણ લેવામાં આવી રહયા છે તેવી રીતે ક્ધઝયુમર પંપો પણ સરકારની ટેક્ષની આવક ને મોટુ નુકશાન પહોંચાડી રહ્યા છે ગુજરાતમાં આવા પંપો કાર્યરત છે તેમાંથી એક પમ્પ જામનગર જિલ્લાના જામજોઘપુર ગામમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વાર સહકાર પંમ્પના નામે કાર્યરત છે આ ક્ધઝયુમર પંપ વિરૂદ્ધ સરકારી અધિકારી તે વારંવાર લેખીત તથા મૌખિક રજૂઆત છેલ્લા બે વરસના સમયગાળાથી સતત ચાલી રહી છે તેમની ચકાસણી પણ ગાંધીનગર કક્ષાના અધીકારીઓએ કરેલ છે. જેમાં અનેક ક્ષતીઓ બહાર આવેલ છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા લઇ કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે શું સરકાર ખરેખર આંધળી અને બહેરી હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી તીજોરીને થતું ટેક્સનું નકશાન પણ દેખાતુ નથી કે પછી મહાકાય કંપની અને પોતાના માનીતા માણસોને સાચવવા માટે આ સમગ્ર પ્રકરણને નજર અંદાજ કરવામાં આવે છે તેવો વેધક સવાલ જામજોધપુર તાલુકા પેટ્રોલ ડીઝલ એશોશીયન પ્રમુખ હરેશ બારીયાએ કરી યોગ્ય કાર્યવાહી કરવાની વધુ એક વખત માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here