સલાયા : બે માસુમ બહેનોના મોતથી પરિવાર શોકમગ્ન, કાળોતરો કાળ બન્યો

0
550

જામનગર અપડેટ્સ : દેવભૂમિ  દ્વારકા જીલ્લાના સલાયા ખાતે રહેતા એક પરિવારની બે માસુમ સગ્ગી બહેનોના ૧૨ કલાકના અંતરે મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. બે દિવસ પૂર્વે નિંદ્રાઘીન અવસ્થામાં જ કાળોતરાએ દંશ દેતા બંને બહેનોને ઝેરી અસર થઇ હોવાનું સામે આવ્યું છે આ બનાવ ના પગેલ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા ખાતે રહેતા સાજીદ અબ્દુલ સતારની ૧૪ વર્ષીય પુત્રી સબીહાં અને નવ વર્ષીય પુત્રી ઇન્શા ગત તા. ૨૮મીના રાત્રે ભોજન લીધા બાદ સુઈ ગઈ હતી. સવાર બંને બહેનોને જગાડવાનો પ્રયાસ કરતા જાગી ન હતી. જેને લઈને બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ૧૨ કલાકના અંતરે બંને બહેનોના મૃત્યુ નીપજયા હતા આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here