નાગેશ્વર : શ્રાવણ પૂર્વે જ તીન પતી રમતી પાંચ મહિલાઓને આંતરી લીધી

0
126

જામનગર અપડેટ્સ : જામનગરમાં નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ મહિલાઓને રૂા.7 હજારની રોકડ સહિતની મતા સાથે પકડી પાડી છે. પોલીસે પાંચેય મહિલા સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

જામનગરમાં નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમી રહી હોવાની સીટી બી ડિવિઝન પોલીસને ચોક્કસ હકિકત મળી હતી. આ હકિકતના આધારે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલ શાંતુબહેન મધુભાઇ દોણાશીયા રહે.નાગેશ્વર કોલોની શીતળામાતાજી ના મંદીર પાસે જામનગર શાંતીબહેન હીતેશભાઇ પરમાર રહે. નાગેશ્વર કોલોની વાંકોલ માતાજીના મંદીર પાસે જામનગર, કોમલબહેન ભાવેશભાઇ પરમાર રહે.નાગેશ્વર કોલોની વાંકોલ માતાજીના મંદીર પાસે જામનગર અતુલાબહેન રમેશભાઇ દોણાશીયા રહે.નાગેશ્વર હુશેનીચોક જામનગર, અનુબહેન માધવભાઇ બારીયા રહે. નાગેશ્વર કોલોની વાંકોલ માતાજીના મંદીરની બાજુમાં જામનગર વાળી મહિલાઓ આબાદ ઝડપાઇ ગઇ હતી. આ મહિલાઓ તીનપતીનો જુગાર રમતા મળી આવી હતી પોલીસે તમામની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે તમામના કબ્જામાંથી રૂા.10550ની રોકડ, સહિતનો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here