જામજોધપુર : સગીરા પર બળાત્કાર ગુજારનાર પાલક પિતાને આજીવન કેદની સજા

0
555

જામનગર અપડેટ્સ : જીલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામની સગીરાને ત્રણ વર્ષ પૂર્વે તેના જ પાલક પિતાએ હવસનો શિકાર બનાવી હતી. આ કેસ ચાલી જતા કોર્ટે કસુરવાર ઠેરવી આરોપી પાલક પિતાને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. ઉપરાંત સગીરાને વળતરરૂપે અઢી લાખની રકમ ચૂકવવાનો આદેશ કરાયો છે.

જામજોધપુર પંથકના સોનવડીયાની એક સગીરાને તેના પાલક પિતાએ હવસનો શિકાર બનાવી 2018ની સાલમાં જુદા જુદા રહેણાંક મકાને શરીર સંબંધ બાંધી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતું. જો કે તેણીએ વિરોધ કરતા આરોપીએ સગીરા તેમજ તેની માતાને જાનથી મારવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી કંટાળી જઇ સગીરા પોતાનું ઘર છોડીને ચાલી ગઇ હતી. આ બનાવ અંગે ભોગગ્રસ્ત સગીરાએ પાલક પિતા સામે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને આરોપી ભીખાભાઇને પોલીસે પકડી પાડી જે તે સમયે કાનૂની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ કેસ જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને તકસિરવાન ઠરાવ્યો હતો, અને આઇપીસી કલમ 376-2 હેઠળ આજીવન કેદની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત પોકસો એકટની કલમ 4 હેઠળ સાત વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ તેમજ પોકસોની કલમ 6 મુજબ 10 વર્ષની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂપિયા અઢી લાખ રૂપિયા કમ્પોશેશનના ભાગરૂપે ચૂકવવાનો પણ સ્પેશ્યલ અદાલતના જજ આર.કે. રબારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here