જામજોધપુર: ગલીએ ગલીએ કેસરિયો છવાયો

0
1143

ચૂંટણીને આડે હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે જામજોધપુર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયાનો પ્રચાર પ્રસાર ટોપ ગીયરમા ચાલ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન ભાજપના ઉમેદવાર સાપરિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં ઝંઝાવાતી લોક સંપર્ક કરી, વિરોધી ખેમામાં હડકંપ મચાવી દીધો છે, તો આજે સવારે જામજોધપુરમાં ભવ્ય રોડ શો કરી વિરોધી ખેમાની ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ચીમનભાઈએ જબરજસ્ત સંપર્ક કરી ગામેગામ સુધી પહોંચી ગયા છે.


આવતીકાલ સાંજ સુધીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના પડઘમ શાંત થાય તે પૂર્વે જામનગર જિલ્લા ના પ્રચાર પ્રસાર વેગવંતુ બન્યું છે. વાત જામજોધપુર બેઠકની કરવામાં આવે તો જામજોધપુર અને લાલપુર પંથક અને સમાવતા આ વિસ્તારમાં સર્વત્ર કેસરિયો છવાઈ ગયો છે. કેમકે, આ બેઠકના ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયા દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ઝંઝાવાતી લોક સંપર્ક કરી, ચોતરફ છવાઈ ગયા છે.

આજે સવારે ભાજપાના ઉમેદવાર ચીમનભાઈ સાપરિયાનો શહેરમાં ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. જામજોધપુર શહેરના ધ્રાફા ફાટકથી પ્રારંભ થયેલ આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. મધ્યસ્થ કાર્યાલયથી નીકળેલ આ રોડ શો જામજોધપુર શહેરના મુખ્ય માર્ગોમાં ફર્યો હતો અને ગલીએ ગલીએ ચીમનભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં બહુ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. બસ સ્ટેશન, ગાંધી ચોક, આઝાદ ચોક, સ્ટેશન રોડ, લીમડાચોક, ખરાવાડ ચોરા પાસે, સુભાષ રોડ, બેરિસ્ટર ચોક સહિતના વિસ્તારોમાં ચીમનભાઈએ રોડ શો કરી જબરજસ્ત સંપર્ક કર્યો છે. આ રોડ શો દરમિયાન તાલુકા મથકના સર્વે વર્ગના નાગરિકો વેપારીઓએ તેઓનું સ્વાગત કર્યું હતું અને ભાજપના ઉમેદવાર તરીકે તેઓને આવકાર્યા હતા.


જામજોધપુર પંથકની જનતાએ ચીમનભાઈને આવકાર આપી, વિકાસલક્ષી નીતિને વધાવી લઈ વધુ એક વખત ભરોસો મૂકવાનો ભાવ દર્શાવ્યો હતો
તો ગઈકાલે ભાજપના ઉમેદવાર ચીમનભાઈ સાપરીયાએ સંગઠનના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો સાથે ગ્રામ્ય વિસ્તારમાં જન સંપર્ક કર્યો હતો. જેમાં જામજોધપુરના શેઠ વડાળા, સંગચિરોડા, વસંતપુર, લુહારસર, વાનાવડ, કૃષ્ણગઢ, જોગવડ, શેઢાખાઇ ચોખંડા, કબરકા, ફોટડી, બોડકી, માનપર તેમજ લાલપુર તાલુકાના કાટકોલા સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે. આ તમામ ગામડાઓમાં ચીમનભાઈનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ ગ્રામજનો સમર્થન આપવાનો વાયદો કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here