મારા વિસ્તારનો સર્વાંગી વિકાસ એજ મારી નેમ: રાઘવજીભાઈ પટેલ

0
1053

“મારા મતવિસ્તારમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓ સત્વરે પૂર્ણ થાય તે માટે જ કાર્યરત છું અને રહીશ તેમજ ખેડૂતોને સદ્ધર કરવા હંમેશા સજ્જ અને કટીબદ્ધ છુ”આ વચન  ૭૭ –જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર રાઘવજીભાઇ પટેલનુ છે, એટલુ જ નહી ખેડૂતો સહિત ગ્રામજનો માટે રાઘવજીભાઇએ અનેક વિકાસ કામો કરાવ્યા છે તેના સૌ સાક્ષી છે. અને તેથી જ આજે ગામે ગામ રાઘવજીભાઈને બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતમાં રાઘવજીભાઈના સમર્થન માં આજે જિલ્લાના ઉદ્યોગકારો દ્વારા સ્વયંભૂ વિશાળ કાર રેલીનું આયોજન કર્યું હતું. જંગી બહુમતીથી રાઘવજીભાઈને વિજયી બનાવવા તેઓએ અન્યોને અપીલ પણ કરી હતી. આ રેલી ઉદ્યોગનગર ફેસ-2 નવાનગર બેંકથી શરૂ થઈ જોડીયા તાલુકાના લખતર, ભાદરા, બાદનપર, કુનડ, હડિયાણાં, સહિતના ગામોમાં ફરી વળી અને કેસરિયો લહેરાવવા પ્રચંડ લોક સમર્થન મેળવ્યું હતું.

રાઘવજીભાઈએ વિસ્તારના આમરા, જીવાપર, ડોઢિયા, ખોજા બેરાજા, લોઠિયા, ચન્દ્રગઢ, મોરકંડા, મોટી ભલસાણ, વાગડીયા, હડમતીયા, મતવા, મોડપર તેમજ બીજા તબક્કામાં ધૂળસીયા, ઘુતારપર, બજરંગપુર, વિરપર, ગાયત્રીનગર, નંદપુર, જામ વંથલી, વરણાં, જગા, મેડી, બેરાજા, પસાયા, મોટા થાવરિયા, ઠેબા, વિભાપર, ખીજડિયા, જાંબુડા, મોટી બાણુંગર, ફલ્લા, તેમજ આલિયા સહિતના ગામોમાં જાહેર સભાઓ યોજી હતી જયાં તેઓને જંગી બહુમતીથી વિજયી બનાવવાના ગ્રામજનો દ્વારા કોલ અપાયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here