જામનગર:10મી વિધાનસભામાં જિલ્લાની 8 બેઠકોના હાલહવાલ

0
1539

ગુજરાત વિધાનસભાની 10મી સામાન્ય ચૂંટણીઓ 12મી ડિસેમ્બર 2002 ના રોજ યોજાઇ હતી. કુલ 182 બેઠક પૈકી 127 બેઠક પર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું હતું. જ્યારે કોંગ્રેસ માત્ર 51 બેઠકો પર સમેટાઈ થઈ ગયો હતો .આ ઉપરાંત જનતા દળ યુનાઇટેડને બે બેઠકો અને અપક્ષના ફાળે પણ બે બેઠકો ગઈ હતી.

જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ આઠ બેઠકો પૈકી ભાજપને ફાળે પાંચ બેઠકો ગઇ હતી. જ્યારે ત્રણ બેઠકો કોંગ્રેસને મળી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ભાણવડ અને દ્વારકા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું હતું.

24 જોડિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

દસમી વિધાનસભાની ચૂંટણીઓ 12મી ડિસેમ્બર 2002ના રોજ યોજાઇ હતી. જ્યારે 15મી ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાની જોડીયા વિધાનસભા બેઠક પર 1,35,073 મતદારો નોંધાયા હતા. જે પૈકી 93,748 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આ બેઠક પર 69.41 ટકા મતદાન થયું હતું જે પૈકી એક મત રદ થયો હતો.

કેટલા ઉમેદવાર ?કોને મળ્યા કેટલા મત ? કોનો થયો વિજય ?

આ બેઠક પર નવ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઇ હતી જેમાં ભાજપના પરસોતમભાઈ નાનજીભાઈ ભોજાણીને 43,839 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રાઘવજીભાઈ હંસરાજ પટેલને 41,414 મત મળ્યા હતા, આમ પરસોતમભાઈ ભોજાણીનો 2425 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 2.59 ટકા મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો એનસીપીના નરેન્દ્રસિંહ ટપુભા જાડેજાને 2333 મત એસએપીના નોઈડા વલીમામદ નથુભાઈને 1017 મત, આરપીઆઈના પઢિયાર ગોવિંદભાઈ લાલજીભાઈને 662 મત અને સપાના સમેજા સિદ્દીક હાજી હાસમને 448 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ ઉમેદવાર ભૂરાલાલ મેઘજીભાઈ પરમારને 2118 મત પ્રવીણભાઈ ઝીણાભાઈ પરમારને 1119 મત અને હેમલપરી મગનપરી ગોસાઈને 797 મત મળ્યા હતા.

25 જામનગર વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

આ બેઠક પર 1,27,137 મતદારો નોંધાયા હતા જે પૈકીના 63,377 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 49.85 ટકા નોંધાયેલા મતદાન પૈકી જિલ્લાના મતદાનના ઇતિહાસમાં પ્રથમ વખત આ બેઠક પર એક પણ મત રદ થયો ન હતો.

કુલ કેટલા ઉમેદવાર કોની કોની વચ્ચે થઈ ટક્કર ? કોનો થયો વિજય?

આ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ભાજપના વસુબેન નરેન્દ્રભાઈ ત્રિવેદીને 25,517 મત મળ્યા હતા. જ્યારે વિનોદરાય કલ્યાણજીભાઈ વસંતને 20,552 મત મળ્યા હતા. આમ વસુબેનનો 4965 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 7.83 ટકા મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ તરીકે લડેલા પરમાણંદ ખટ્ટરને 10609 મત, સીપીઆઈના ભીખુભાઈ દેસલભાઈ વાઘેલાને 3,716 મત એનસીપીના લીલાબેન ગૌરીશંકર ત્રિવેદીને 1185 મત જેડીયુના સોલંકી અજય સુરેન્દ્ર (અજયરાજ બાપુ સરપવાળા)ને 273 મત, રાજેશ શિવશંકર વ્યાસને 723 મત, સપાના યુસુફ આમદભાઈ ખફીને 175 મત, જ્યારે આરકેઈપીના દરજ્જાદા કાસમભાઇ નુરમહંમદને 92 મત મળ્યા હતા.
આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પૈકીના પરમાનંદ ખટ્ટરને 10,609 મત, રાજેશ શિવશંકર વ્યાસને 723 મત મળ્યા હતા.

26 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

આ અનામત બેઠક પર કુલ 2,49,428 મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી 1,10,864 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 44.45 ટકા નોંધાયેલા મતદાન પૈકી એક પણ મત રદ થયો ન હતો. જ્યારે એક મતની ઇવીએમ મશીન દ્વારા ગણતરી કરવામાં આવી ન હતી.

કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો જંગ કોનો થયો વિજય કોણે મળ્યા કેટલા મત?

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ હતી આ બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ડોક્ટર દિનેશભાઈ પરમારને 53,239 મત મળ્યા હતા જ્યારે ભાજપના મનહરભાઈ વાલજીભાઈ ઝાલાને 50, 799 મત મળ્યા હતા, આમ કોંગ્રેસના દિનેશ પરમારનો 2440 મતથી વિજય થયો હતો. જે કુલ માન્ય મતના 2.20% મત દર્શાવે છે.
જ્યારે એનસીપીના ભુપત શંકરભાઈને 1171 મત, બસપાના ભાણજીભાઈ કાનાભાઈ મકવાણાને 1162 મત અને આરકેઈપીના શાંતાબેન પ્રેમજીભાઈ ગોહિલને 451 મત મળ્યા હતા. આ ઉપરાંત અપક્ષ પૈકીના દિનેશ ડાયાભાઈ વાઘેલાને 2753 મત અને માલસી દેશાભાઈ ધુલિયાને 1288 મત મળ્યા હતા.

27 કાલાવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

કાલાવડ વિધાનસભા બેઠક પર 1,44,096 મતદારો નોંધાયા હતા જે પૈકીના 93,223 મતદારોએ 64.70 ટકા મતદાન કર્યું હતું કુલ મતદાન પૈકી છ મત રદ થયા હતા. જ્યારે એક મત ઇવીએમ મશીનમાંથી ગણતરીમાં સમાવવામાં આવ્યો ન હતો.

કેટલા ઉમેદવાર વચ્ચે થયો જંગમ કોણે મળ્યા કેટલા મત? કોનો થયો વિજય?

જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થઈ હતી. જેમાં ભાજપના આરસી ફળદુનો 43,467 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચેતનાબેન વિઠ્ઠલભાઈ રાદડિયાને 40,916 મત મળ્યા હતા. આમ ભાજપના ફળદુનો 2551 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 2.74 ટકા મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરીએ તો વિક્રમસિંહ કનુભા જાડેજા કે જેઓએ એનસીપીમાંથી ચૂંટણી લડી હતી તેઓને 5070 મત મળ્યા હતા જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી લડનાર સોરઠીયા નાનજીભાઈ ભગવાનજીભાઈને 3763 મત મળ્યા હતા.

28 જામજોધપુર બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

આ બેઠક પર કુલ 1,26,708 મતદારો નોંધાયા હતા જે પૈકી 89,690 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આ બેઠક પર 70.78% મતદાન થયું હતું જે પૈકી પાંચ મત રદ થયા હતા.

કુલ કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ ત્રણ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ચીમનલાલ ધરમશીભાઈ સાપરિયાને 44,168 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજાને 41,546 મત મળ્યા હતા. આમ બીજેપીના ચીમનલાલનો 2622 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 2.92% મત દર્શાવે છે.
જ્યારે એનસીપીના લાધાભાઈ કુબેરભાઈ કૈલા ને 3,971 મત મળ્યા હતા.

29 ભાણવડ વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

આ બેઠક પર 1,17,925 મતદારો નોંધાયા હતા જે પૈકી 82,215 મતદારોએ કુલ 69.72 ટકા મતદાન કર્યું હતું આ મતદાન પૈકીના બે મત રદ થયા હતા. જ્યારે એક મતની ગણતરી થઈ શકી ન હતી.

કુલ કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો જંગ કોણે મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

જામનગર જિલ્લાની ભાણવડ વિધાનસભા બેઠક પર કુલ સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઇ હતી જેમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમને 38,323 મત મળ્યા હતા જ્યારે ભાજપના મુળુભાઈ બેરાને 36,462 મત મળ્યા હતા. આમ વિક્રમભાઈનો 1861 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 2.26% મત દર્શાવે છે.
જ્યારે અન્ય પાંચ ઉમેદવારો પૈકી એનસીપીના કુગડા જુસબ સીદીકને 1937 મત મળ્યા હતા.
એસએપીના જયંતીલાલ વાલજીભાઈ નકુમને 1550 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવારો પૈકીના કાંતિલાલ ભાણજીભાઈ રાઠોડને 1607 મત, પિયુષ નવનીતરાય ત્રિવેદીને 1418 મત અને મધુભાઈ પુંજાભાઈ કાનાણીને 915 મત મળ્યા હતા.

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

ખંભાળિયા વિધાનસભા બેઠક પર કુલ 1,38,696 મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી 78,097 મતદારોએ 56.31% મતદાન કર્યું હતું. મતદાનના ઇતિહાસમાં પ્રથમ વખત ખંભાળિયા બેઠક પર એક પણ મત રદ થયો ન હતો.

કુલ કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો જંગ કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

ખંભાળિયા બેઠક પર સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો આ બેઠક ભાજપના ફાળે રહી હતી ભાજપના કારુભાઇ ચાવડાને 33,367 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી રણમલભાઈ વારોતરીયા ને 31,494 મત મળ્યા હતા. કારુભાઈ ચાવડાનો 1873 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 2.40 ટકા મત દર્શાવે છે.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો એનસીપીના રામભાઈ નાથાભાઈ ગઢવીને 5,487 મત, એસએપીના પંચમતીયા હરજીવનભાઈ દ્વારકાદાસ ભાઈ ને 557 મત મળ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો પરમાર હરેશભાઈ ડાયાલાલને 5880 મત, દેત્રોજા પ્રવીણભાઈને 774 મત અને અનવર ઉમર જોખિયાને 538 મત મળ્યા હતા.

31 દ્વારકા વિધાનસભા બેઠક

કેટલા મતદારો ? કેટલું થયું મતદાન ?

12 મી ડિસેમ્બર 2002 ના રોજ યોજાયેલી ચૂંટણી બાદ ૧૫મી ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવી હતી . દ્વારકા વિધાનસભા બેઠક પર 1,48,726 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 91,301 મતદારો 61.39 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર પણ એક પણ મત અમાન્ય ઠર્યો ન હતો.

કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો ચૂંટણી જંગ ?કોને મળ્યા કેટલા મત ?કોનો થયો વિજય?

દ્વારકા વિધાનસભા બેઠક પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ફેલાયો હતો જેમાં કોંગ્રેસના પબુભા વિરમભા માણેક લને 44009 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અશોકભાઈ હરિદાસભાઈ લાલને 38,359 મત મળ્યા હતા. આમ પબુભા માણેકનો 5,650 મતથી વિજય થયો હતો. જે કુલ માન્ય મત ના 6.19% મત દર્શાવે છે.
જ્યારે અન્ય ઉમેદવારો પૈકી એનસીપીના આનંદ ઘેલુભાઈ માડમને 1395 મત, આરપીઆઈના રામજી સજા કારાણીને 1072 મત, એસએપીના ડાભી નારણભાઈ ગોવિંદભાઈ ને 968 મત, આરકેઈપીના ગુમાનસિંહ જસુભા જાડેજાને 267 મત મળ્યા હતા. ઉપરાંત અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો સુભણીયા યુસુફ ઉંમર ભાઈને 2427 મત, સાખરા જેસાભાઈ ભીખાભાઈ ને 1290 મત, સુમણીયા હીરાભાઈ તોરીયાભાને 478 મત, પઠાણ પીરખાન ઉમરખાનને 475 મત, ગોરીયા મેરામણભાઇ સવાભાઈને 389 મત અને ગોધમ કારાભાઈ સોમાતભાઈને 172 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here