જામજોધપુર : બે વર્ષ પૂર્વેની સ્ત્રી મિત્ર સાથે વાતો નહી કરવા યુવાનને ધમકી, આવો છે કિસ્સો

0
813

જામનગર : જામજોધપુરમાં શાંતિનગરમાં રહેતા એક યુવાનને તાલુકાના વનાણા ગામે રહેતા એક સખ્સે ફોન પર ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. દસ વરસ પૂર્વે પાડોસમાં રહેતી એક યુવતી સાથે મૈત્રી હતી તેની સાથે વાત કરવાની યુવાને ના પાડી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે શાંતિનગર વિસ્તારમાં ગાભા બિલ્ડીંગ પાસે રહેતા મીલીન્દભાઇ મનુભાઇ પરમાર ઉ.વ. ૨૭ નામના યુવાનને તાલુકાના વનાણા ગામે રહેતા અમીત મકવાણા નામના સખ્સે ફોન પર ધમકી આપી હતી. ‘તું કીરણ સાથે કેમ વાત કરે છે’ તેવુ કહીને મોબાઇલ ફોન પર મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દસ વર્ષ પૂર્વે યુવાનને બાજુમાં રહેતી કિરણ દીપકભાઈ ખાણીયા નામની યુવતી સાથે મિત્રતા હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેણીની સાથે સબંધ છોડી દીધો હતો. આ સબંધ બાબતે યુવાને ફોન પર ધમકી આપી સંબંધ તોડી નાખવા અવારનવાર ધાક ધમકી આપતો હતો. જેથી અંતે યુવાને તેની માતા સાથે પોલીસ દફતરે પહોચી આરોપી અમિત મકવાણા નામના સખ્સ સામે આઈપીસી કલમ ૫૦૭, ૫૦૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here