કલ્યાણપુર : ૩૨ લાખ વ્યાજ વસુલ્યું, એજન્સી-કાર પડાવી લીધા, છતાં પણ વેપારીને મોતનો ભય બતાવાયો, બંધુઓ સામે FIR

0
814

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા હરસીધ્ધી સોસાયટી નવદુર્ગા ચોકમાં રહેતા વેપારીને વ્યાજના વિષચક્રમાં ફસાવીએ ભોપલકા ગામના બે ક્ષત્રીય બંધુઓએ વ્યાજે આપેલ મૂડી પર રૂપિયા ૩૨ લાખ જેટલું વ્યાજ વસુલી, એજન્સી અને કાર પડાવી લઇ વધુ વ્યાજ વસુલવા માટે ધાકધમકીઓ આપી મોતનો ભય બતાવ્યાની કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને સખ્સોએ ધીન્ગું વ્યાજ વસુલવા માટે ધમકીઓની સાથે યુવાનને મોતનો ભય બતાવ્યો હોવાનું પણ સામે આવ્યુ છે.

ભાટિયા ગામે હરસિદ્ધિ સોસાયટીમાં નવદુર્ગા ચોક પાસે રહેતા અને શિવ એજન્સીનામની પેઢીએ વેપાર કરતા હેમતભાઇ ઉફે ભીખુભાઇ ભીમાભાઇ નકુમ નામના સખ્સે પોતાની જરૂરિયાત મુજબ ધંધાના કામે ત્રણ વર્ષ પૂર્વે તાલુકાના ભોપલકા ગામના રાજેન્દ્રસિંહ સજુભા જાડેજા અને યુવરાજસિંહ સજુભા જાડેજા નામના બંધુઓ પાસેથી મૂડી વ્યાજે લીધી હતી. આ ત્રણ વર્ષના ગાળામાં વેપારી હેમતએ બંને સખ્સોને ધંધામાં ભાગીદાર રાખી મૂડી પર રૂપિયા ૩૨ લાખ જેટલું ધીન્ગું વ્યાજ ચુકવ્યું હતું. છતાં પણ બંને સખ્સોએ વધુ વ્યાજ વસુલવા માટે ધાક ધમકીઓ આપવી શરુ કરી હતી. આટલું ઓછું હોય તેમ બંને આરોપીઓએ ભાટિયા ખાતેની એજન્સી પણ પચાવી પાડી હતી અને બંને સખ્સોએ એક બોલેરો પણ પચાવી પાડી હતી જેથી યુવાને જીલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જેના અનુસંધાને એલસીબીએ તપાસ કરી હતી. ત્યારબાદ આ પ્રકારણની કલ્યાણપુર પોલીસે બંને સખ્સો સામે આઈપીસી કલમ ૩૮૫, ૩૮૬, ૪૦૬, ૪૨૦, ૩૪ ગુજરાત મનીલેન્ડ અધિ. ૨૦૧૧ ની કલમ ૫, ૪૨(એ) મુજબ ફરિયાદ નોંધી પીએસઆઈ એફ બી ગગનીયા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here