પોરબંદર : બોલીવુડનો આ ખાન સ્ટાર ચાર્ટર પ્લેન સાથે આવ્યો ગીર પ્રવાશે

0
626

જામનગર : આજકાલ સૌરાષ્ટ્રના પ્રવાસની મોષમ ચાલી રહી છે. દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિથી માંડી દેશ વિદેશનો વર્ગ પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યો છે. ત્યારે આ મહેમાનોની યાદીમાં આજે બપોરે બોલીવુડના પરફેક્ટ ખાનનો ઉમેરો થયો છે. આજે બપોરે ચાર્ટર પ્લેન સાથેનો આ એકટરનો પરિવાર પોરબંદર એરપોર્ટ પર લેન્ડ થયો છે. પરિવાર સાથે આવેલ ખાન સાસણ ગીરના પ્રવાશે આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના રાજભવનના કાફલા સાથે સાસણ ગીરના પ્રવાશે છે. શિયાળાની શરૂઆતથી જ સાસણગીરમાં પ્રવાશીઓની ભીડ વધવા માંડે છે એમાય વીવીઆઈપી મહેમાનોનો રસાલો આવતો હોય ત્યારે સાસણ દેશભરમાં છવાઈ જાય છે. આજે સવારે રાષ્ટ્પતિ ગીર પહોચ્યા છે અને સતાવાર કાર્યક્રમને આગળ ધપાવવામાં આવી રહ્યો છે ત્યાં આજે બપોરે પોરબંદર એરપોર્ટ પર બોલીવુડના પરફેક્ટ હીરો આમીરખાન પોતાનાં પરિવાર સાથે ચાર્ટર પ્લેનમાં આવી પહોચ્યા છે. અહીથી તેઓનો  કાફલો સાસણ તરફ બાય રોડ રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે. બોલીવુડના આમીરખાન એક દિવસના પ્રવાસે આવ્યા હોવાનું જાણવા મળ્યું  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here