ભારતીય ક્રિકેટ ટીમના ‘નાયક’એ કર્હ્યું પદ્મશ્રી નહી નોકરી આપો

0
744

દિલ્લી : સામાન્ય રીતે આપણા દેશમાં એક ખેલાડી એક માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમે તો તેની કેરિયર બની જાય છે, પણ ભારતીય ક્રિકેટ ટીમનો એક એવો પહેલું પણ છે કે જ્યાં ખેલાડીઓ તો શું કેપ્ટનને પણ જીવન નિર્વાહ માટે ફાફા પડી રહ્યા છે. આ એ જ કેપ્ટન છે જેણે ભારતને બે વર્લ્ડ કપ જીતાવ્યા છે. વાત છે બ્લાઈન્ડ ક્રિકેટ જગતના કેપ્ટન શેખર નાયકની, તાજેતરમાં શેખરે દેશના રમત ગમત મંત્રીને એક પત્ર લખ્યો જેને લઈને ખળભળાટ મચી ગયો છે. પોતાની બે પુત્રી અને પત્ની સહિતના પરિવારના ભરણ પોષણ માટે હાલ સંઘર્ષ કરતો હોવાનો શેખરે ખુલાસો કરી સ્પોર્ટ્સ ક્વોટામાંથી કોઈ નોકરી આપવાની માંગણી કરી છે. મારે પદ્મશ્રી થી વધારે હાલ નોકરીની જરૂર છે એમ કહી નાયકે પોતાની હાલની સ્થિતનું વર્ણન પત્રમાં કર્યું છે. એક તરફ ભારતીય ક્રિકેટર ટીમના ખેલાડીઓને બીસીસીઆઈ અને ખેલ મંત્રાલય ભરપુર સહકાર આપી રહી છે ત્યારે નાયકના પત્રએ ફોડ પાડી દીધો છે કે સર્વાંગી ક્રિકેટ સિવાયના અન્ય ક્રિકેટ કે રમતો પ્રત્યે અનાદર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શેખર નાયકની કેપ્ટનસીપમાં ભારત વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૫માં ટી-ટ્વેંટી વર્લ્ડ કપ જીતી હતી. ઉત્કૃષ્ટ પ્રદર્શન અને દેશને આપેલ સન્માનને લઈને નાયકને દેશનો ઉચ્ચતમ પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here