ગોળીબાર કર્યા વગર ચીને આ રીતે કાવતરું રચીને લોહિયાળ જંગની શરૂઆત કરી

0
783

ભારત અને ચીન વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા છે જયારે ચીનના પણ ૪૩ જેટલા સૈનિકોના મૃત્યુ નીપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે ભારત અને ચીન વચ્ચે જયારે ઘર્ષણ શરુ થયું ત્યારે બન્નેમાંથી એક પણ દેશના જવાનો પાસે હથિયાર ન હતા તો પણ સૈનિકોના મૃત્યુ કઈ રીતે નીપજ્યા ?

ભારત અને ચીન દ્વારા સમાધાન માટે ઘણી બેઠકો થઈ ચુકી હતી. ચીનના સૈનિકો છેલ્લા બે મહિનાથી ભારતની સીમામાં આવેલ ગલવાન ઘાટી પર અડીંગો જમાવીને બેઠા હતા. પરંતુ ૬ જુનના રોજ જે બેઠક થઇ હતી તેમાં બન્ને દેશના સૈનિકો પીછેહટ કરીને મામલો શાંત કરશે અને યુદ્ધ ટાળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. માટે ચીનના સૈનિકોએ એલએસી – ૧ પર જવાનું હતું. અને આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભારતના સૈનિકો ચીનના સૈનિકો પર દેખરેખ રાખી રહ્યા હતા. પરંતુ ચીનના સૈનિકો ત્યાંથી ખસ્યા નહિ અને જંગની શરૂઆત થઇ. જાણકારી મુજબ ભારતના સૈનિકો કોઈ પણ પ્રકારના હુમલા માટે તૈયાર ન હતા અને તેઓ પાસે શસ્ત્રો પણ ન હતા.

ચીનના સૈનિકોએ અચાનક જ ભારતના કમાન્ડીંગ ઓફિસર ઉપર લોખંડનાં પાઈપ વડે હુમલો કર્યો અને થોડીક ક્ષણોમાં ચીની સૈનિકોની ટુકડીઓ પણ આવી પહોચી અને જવાબી કાર્યવાહીમાં ભારતે પણ હુમલાની શરૂઆત કરી. અને બન્ને દેશો વચ્ચેના સૈનિકોએ ગોળીબાર કર્યા વગર જ પથ્થર, લાકડી, લોખંડના પાઈપ લઈને લોહિયાળ જંગ શરુ કર્યો અને દેશના ૨૦ જવાનો શહીદ થયા અને ચીનના ૪૩ જવાનોના મૃત્યુ નીપજ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here