પાણીપુરી પર પ્રતિબંધ ! , કોરોના વાયરસ ફેલાવવામાં જવાબદાર

0
866

કાનપુર જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે રાજ્યમાં “પાણી પુરી” ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણકે કે શેરી ખાદ્યપદાર્થો પર ભીડથી જીવલેણ COVID-19 વાયરસ ફેલાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ ખોરાક વેચતી વખતે માસ્ક પહેરતા નથી અને સામાજિક અંતરનું પાલન કરતા નથી.

આરોગ્ય અધિકારીએ કહ્યું કે, “લોકોએ પાણીપુરી ખાવાનું ટાળવું જોઈએ. જો તેઓ ઇચ્છતા હોય, તો તેઓ ઘરે જ પાણીપુરી બનાવી શકે છે, જે એક સારો વિકલ્પ હશે. લોકડાઉન દરમિયાન, પાણીપુરી વિક્રેતાઓ બેરોજગાર બન્યા હતા અને મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા હતા.

દેશમાં પ્રતિબંધ હળવા કર્યા પછી, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને તેમનો વ્યવસાય ફરીથી શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે જો કે, રોગચાળાને પગલે સુરક્ષા પગલાં કડક રીતે પાલન કરવું આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here