કોંગ્રેસી કાર્યકરોને પોલીસે ઢસડીને વાહનમાં બેસાડ્યા, કેમ ?

0
708

જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના સતત વધતા જતા ભાવને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાના ગાળા દરમિયાન ૭ રૂપિયા ઉપરાંતનો પેટ્રોલ ડીઝલમાં ભાવ વાદ્ધારો ઝીંકી દેવાયો હતો. દેશભરમાં વિરોધ થવા લાગ્યો છે. સરકારની મોંઘવારીની નીતિનો વિરોધ કરવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા આજે સરકારને જાગૃત કરવા માટે આશ્ચર્યનજક કાર્યક્રમ રાખવામાં અવ્યું હતો. વડાપ્રધાન દ્વારા કોરોના સંક્રમણના પ્રથમ સ્ટેજ વખતે દેશવાસીઓને એક દિવસનું લોકડાઉન રાખી તેની પુર્ણાહુતી બાદ પોતાના ઘરે થાળી વેલણ વગાડવાનો જે સંદેશો પાઠવ્યો હતો. એ જ સંદેશાના પ્લોટને જામનગર કોંગ્રેસે આવરી લઇ લાલબંગલા ખાતે થાળીનાદ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ ઉગ્ર બને તે પૂર્વે પોલીસે સ્થળ પર પહોચી મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા સહીત મહિલા નગરસેવિકાઓ અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here