આ પોલીસ અધિકારીએ કર્યું એવું કામ, ડીપાર્ટમેન્ટે કરી કદર

1
1379

જામનગર : જામનગરના વતની એવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સમીર સારડા આમતો તમામ વર્ગમાં પ્રીતિપાત્ર રહયા છે. કામ કરવાની સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતને વધુ મજબુત બનાવવા કેવા કેવા પ્રયાસ કરી શકાય ? આ બાબતે પ્રવૃતમય રહી, હમેશને માટે પોલીસ ફરજને પ્રાથમિકતા આપી પોતાની કર્તવ્ય નિષ્ઠા થકી જ્યાં પણ ફરજ બજાવી છે ત્યાં પોતીકા થઇ રહ્યા છે. ગુજરાત પોલીસનો આ ચહેરો હાલ વાહ વાહી લુટી રહ્યો છે. આજ દિવસ સુધી નાગરીકોમાં તો પ્રસંસાને પાત્ર જ બની રહેલ ડીવાયએસપી સારડા હાલ પોલીસ વિભાગમાં પણ પ્રસંસાને પાત્ર બન્યા છે. લોકડાઉન પીરીયડમાં દિવસ-રાત બંદોબસ્તમાં રહી સારી કામગીરી કરી, સેનાપતિ તરીકેની પ્રસંસા પાત્ર ફરજ બજાવતા અનેક સેવાભાવી સંસ્થાઓએ તેઓને બિરદાવ્યા છે. આ કામગીરીની કદરનો સિલસિલો હજુ અવિરત છે ત્યાં સારડાની કામગીરીની કદરમાં નવું છોગું ઉમેરાયું છે. ગુજરાત સરકારના મહત્વના ઈ-ગુજકોપ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં ડીવાયએસપી સારડાએ મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસ ખાતાની તમામ કામગીરી ઓનલાઈન કરવા તથા ઈ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી ક્રાઈમને સંશોધન કરવાનું અભિયાન હાલ ચાલી રહ્યું છે. જેમાં સમીર સારડાએ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની માર્ચ-૨૦૨૦ સુધીની એન્ટ્રીઓ ઈ-ગુજકોપમાં ઓનલાઈન કરાવી છે. આ કામગીરીને લઈને અમદાવાદ ગ્રામ્ય જીલ્લાની કામગીરી રાજ્યમાં બીજા ક્રમે આવી છે. આ કામગીરી કરવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર ડીવાયએસપી સમીર સારડાને પોલીસ મહાનિરીક્ષક ડી બી વાઘેલાએ પ્રસંસાપત્ર એનાયત કરી બિરદાવ્યા છે. પીએસઆઈ તરીકે કચ્છથી કારકિર્દીની શરૂઆત કરનાર સમીર સારડાએ કચ્છ ઉપરાંત જામનગર, રાજકોટ, રેલ્વે, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મહત્વના પોલીસ દફતરોમાં અને એલસીબી સહિતની એજન્સીઓમાં સારી કામગીરી કરી છે. પોલીસ વિભાગમાં સારી કામગીરીની કદર રૂપે બે વર્ષ પૂર્વે તેઓનું ડીવાયએસપી તરીકે પ્રમોશન થયું છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here