આત્મનિર્ભર ગુજરાત માટે ૧૪ હજાર કરોડનું પેકેજ, આવું છે ચિત્ર

0
729

ગાંધીનગર : આખરે રાજ્ય સરકારે રાજ્ય ઉદ્યોગો અને રોજગાર ધંધા તેમજ ગરીબથી માંડી તમામ નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાના પ્રયાસ રૂપે ૧૪ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકાર દ્વારા તમામ કેટેગરીના નાગરિકોને મહતમ લાભ મળે એનું વિશેષ ધ્યાન રાખ્યું છે. કેવું છે આ રાહત પેકેજ ? આવો એક નજર કરી લઈએ.

સરકારે ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી માટે રૂ. 3038 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. પ્રોપર્ટી ટેક્સ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો માટે રૂ. 2300 કરોડની જોગવાઇ કરી છે, જયારે ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી માટે રૂ. 3038 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા માટે રૂ. 458.59 કરોડની જાહેરાત કરી છે તેમજ કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ માટે રૂ. 1190 કરોડની રાહત આપી મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હાઉસિંગ સેક્ટર માટે રૂ. 1000 કરોડ ઝંડ સ્વરોજગાર માટે રૂ. 525 કરોડ તેમજ શ્રમિક કલ્યાણ માટે રૂ. 466 કરોડની જાહેરાત કરી છે. ઉપરોક્ત ઉપરાંત અન્ય એકમો માટે  5044.67 કરોડ અન્ય રાહતો આપવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા મહત્વનો અને સીધો લાભ મળી શકે તે માટે અમુક મહત્વના નિર્ણયો કર્યા છે જેમાં દવાખાના, રેસ્ટોરંટ અને ઓફીસના પ્રોપર્ટી ટેક્સમાં ૨૦ ટકાની રાહત આપી છે. જયારે રહેણાંક મિલકતોમાં પણ ૧૦ ટકા પ્રોપર્ટી ટેક્સમાં છૂટછાટ, તેમજ નાની દુકાન, મેડીકલ,કરિયાણા વાળાઓ માટે ત્રણ મહિનાનાવીજ  કરમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. જયારે બસોમાં, વાહનોમાં, કેબ માટે છ મહિનાનો રોડ ટેક્સ માફ કર્યો છે. આ ઉપરાંત વીજ પુરવઠા અંગે મહત્વનો નિર્ણય કરી રહેણાંક ગ્રાહકો માટે ૧૦૦ યુનિટ સુધી( બસોથી ઓછો વપરાસ) વીજબીલ માફ કરવામાં કરવાનો નિર્ણય કરાયો છે જેથી 92 લાખ વીજગ્રાહકોને વીજબિલ માફીનો લાભ મળશે અને કોમર્સિયલ વીજ ગ્રાહકો માટે મે મહિનાનો ફિક્સ ચાર્જ માફ કર્યો છે. આ ઉપરાંત સામુહિક પેકેજની વાત કરીએ તો સરકારે શ્રમિકોને મકાન બનાવવા સહાય આપવાનો વાયદો કર્યો છે. આ ઉપરાંત જુલાઇ સુધી GST રિફંડ કરી શકાશે, આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ એક લાખ સુધીની લોન મળશે, પશુપાલકોને ગાય દીઠ 900 રૂપિયા ચુકવાશે, 20 કરોડના ખર્ચે ધનવંતરી રથો વધારવામાં આવશે, એસટી નિગમને 120 કરોડ રૂપિયા ફાળવાયા છે, નાના વેપારીઓને 5 ટકા વીજબીલ માફ કરવામાં આવ્યા છે તેમજ ખેતરોમાં ગોડાઉન બનાવવા રૂપિયા 350 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંતન વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી પણ અપાઈ છે. રૂા.10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી નોટીસ પરત ખેંચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે 30 ટકાની માફી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here