મને કોરોના વોર્ડમાંથી બહાર કાઢો, નિર્દોષ દર્દીની કાકલુદી, ઓડિયો વાયરલ

0
832

જામનગર : જામનગર વહીવટી પ્રસાસને ગઈ કાલે રાત્રે જાહેર કર્યું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે દર્દીઓના રીપોર્ટ પોજીટીવ આવ્યા છે. જેમાં જામનગરના દર્દીના કારણે તંત્ર મહામુસીબતમાં મુકાયું હતું. આરોગ્ય તંત્ર જે દર્દીને પોજીટીવ સમજી કોવીડ હોસ્પીટલમાં દાખલ કર્યો એ દર્દી તો નેગેટીવ હતો. પણ આરોગ્ય વિભાગ પરાણે આ દર્દીઓને દાખલ કરી ગઈ, દરમિયાન આ દર્દીઓએ પરેશાન થઇ હોસ્પિટલમાંથી છૂટવાના પ્રયાસો કર્યા હતા. પણ મોડી રાત સુધી કોઈ સફળતા મળી ન હતી. અંતે અધિક નિવાસી કલેકટરનો ફોન આ દર્દીના ફોન પર આવ્યો, જેનો ઓડિયો આજે વાયરલ થતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. આ ઓડિયોના તમામ અંશ અહીં રજુ કર્યા છે. જેના પરથી સાબિત થાય છે આરોગ્ય તંત્રમાં કેવું લોલમલોલ ચાલે છે.

અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા : હમમમ..ઇકબાલભાઈ બોલો છો ?

દર્દી  : કોણ બોલો  ?

અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા : રાજેન્દ્ર સરવૈયા બોલું છું…અધિક નિવાસી કલેકટર

દર્દી : એ સાહેબ થેંક્યું  વેરી મચ..આપે મને ફોન કર્યો એના માટે, હું સાહેબ, ………. બોલું છું,

અધિક કલેકટર : અચ્છા, ______બોલો છો ? કેસ પોજીટીવ તમારા ભાઈનો છે કે ?

દર્દી : ના ના…સાહેબ નામમાં મિસ્ટેક થઇ છે. સવારે છે ને, ઈ વ્યક્તિ મારી હારો હાર હતો રીપોટ કરાવવામાં,

અધિક કલેકટર : શું નામ છે એનું ? 

દર્દી : ઈ ભાઈનું નામ છે ઇકબાલ …અસલમ…..ઇકબાલ મીનાણી

એક મીનીટ…ઇકબાલ અસલમ…અચ્છા

દર્દી :  નૈ નૈ….અસલમ ઇકબાલ મીનાણી નામ છે એનું…અસલમ પ્રોપર નામ છે એનું, ફાધરનું નામ છે ઇકબાલ…સરનેમ મીનાણી છે…

અધિક કલેકટર : ઓકે…મીનાણી છે…

દર્દી : મારી સરનેમ  છે ને સાહેબ..સમા છે…મારી ઉમર ત્રીસ વર્ષ છે….

અધિક નિવાસી કલેકટર : ઓકે…એની અટક મીનાણી છે…

દર્દી : હા….મારો રીપોર્ટ છે ને સાંજે પાંચ વાગ્યે આવ્યો છે….સાહેબ, આ લોકોએ મને બે ક કલાકમાં જ આમાં (કોવીડ હોસ્પિટલમાં) નાખી દીધો છે….

અધિક નિવાસી કલેકટર : ( હશે છે )

દર્દી : નામ છે ને …નામ મિસ્ટિક થઇ છે એમાં આ લોકોએ નાખી દીધો છે..

અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા : અસલમ ઇકબાલ મીનાણી ( લખતા હોય તેમ) જે ભાઈનો રીપોર્ટ છે એ….બરાબર છે ?

દર્દી : હમ્મ્મ્મ

અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા : ને ઈ કઈ જગ્યાએ રહે છે ઈ ? એડ્રેસ ખબર છે ?

દર્દી : લંઘાવાડનો ઢાળિયો…આરબ ફળી..

અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા : લંઘાવાડનો ઢાળિયો..(લખતા હોય તેમ…)

દર્દી : આરબ ફળી….

અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા : આરબ ફળી…ઓકે

દર્દી : એની ઉમર…૪૮ છે…મારી ઉમર ૩૮ છે….

અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા : ઓકે…અને ઈ ભાઈ ઘંધો શું કરે છે ખબર છે…?

દર્દી : ઈ….આપણે….ગુલજાર હોટેલ રઈને શાક માર્કેટ પાસે…

અધિક કલેકટર : હમ્મ્મમ્મ્મ

દર્દી : હા એ હોટેલમાં જ કામ કરે છે….ટુકમાં એ હોટેલ એના ફાઘરની જ છે….બંને સાથે જ કામ કરે છે

અધિક કલેકટર : બીજે ક્યાય ગ્રેઇન માર્કેટમાં કામ નથી કરતા નથી ને…?

દર્દી : ગ્રેઇન માર્કેટમાં સાહેબ હું કરું છું…હવે મને અહીંથી કઢાવો

 તો સારી વાત છે સાહેબ…

અધિક કલેકટર : ના..ના…કઢાવી દઈએ…દર્દી : ઓકે ઓકે….થેંક યુ ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here