લોકલ સંક્રમણ પહોચ્યું જીલ્લા પંચાયતમાં, મહિલા અધિકારી પણ પોજીટીવ

0
662

જામનગર : જામનગર શહેરમાં લોકલ સંક્રમણ પીરીયડ સુપર સ્પ્રેડ સાબિત થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ૪૧ દર્દીઓ સામે આવ્યા છે. જેમાં એક જ દર્દી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનો છે જયારે અન્ય તમામ દર્દીઓ જામનગર શહેરના જ છે. લોકલ સંક્રમણને રોકડ તંત્ર વામણું સાબિત થઇ રહ્યું છે. જીલ્લા પંચાયતના એક કર્મચારીને કોરોના પોજીટીવ આવ્યા બાદ તેની જ શાખાના મહિલા ડે. ડીડીઓ પણ પોજીટીવ આવ્યા હતા. મહિલા અધિકારી અગાઉના જુનીયર ક્લાર્કના સંપર્કમાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જીલ્લા પંચાયતના મહિલા અધિકારી પોજીટીવ સામે આવતા જ સરકારી કચેરીમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. અત્યાર સુધીમાં જામનગર શહેરમાં ૧૨૫ પોજીટીવ કેસ નોંધાયા છે જેમાં પાંચ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here