સાહેબો, કોરોનાના આંકડાની માયાઝાળ ક્યારેક તો સમજાવો

0
611

જામનગર : કોરોના ટેસ્ટ અને સારવારને લઈને રાજ્ય સરકાર વિપક્ષી દલીલોનો ભોગ બની ચુકી છે. વિપક્ષ દ્વારા સરકારને રીતસરની ઘેરી લેવામાં આવી છે. ત્યારે તમામ જીલ્લા સ્તરે રજુ કરવામાં આવતા આકડાઓમાં દરરોજ વિસંગતતા જોવા મળે છે. એક વાર ગાંધીનગરથી રજુ  થયેલ બુલેટીનમાં જામનગરમાં એક પોજીટીવ દર્દી સામે આવ્યાની વિગતો આપવામાં આવી હતી જેને લઈને અડધી રાતે કલેકટરને મીડિયા સુધી દોડવું પડ્યું હતું અને ખુલાસા કરવા પડ્યા હતા. તો બીજી તરફ રોજ બબ્બે વખત આપવામાં આવતા બુલેટીનમાં પણ અમુક વિગતો છુપાવવામાં આવી છે. જામનગરમાં જ જેના નમૂનાઓનું પરીક્ષણ થયું છે તે પોરબંદરના ડીફેન્સ વિભાગના એક સાથે સંખ્યાબંધ જવાનોનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છતાં એકેય બુલેટીનમાં આ આકડો જાહેર કરાયો જ નથી. આવું તો સમયાન્તરે બનતું રહે છે. ગઈ કાલે પણ આવી જ વિસંગતતા સામે આવી છે.

આરએસસી દ્વારા જાહેર કરાયેલ આંકડા

આરએસી દ્વારા બુધવારે બપોર બાદ છ વાગ્યે મીડિયા ગ્રુપમાં કોરોના સબંધિત આકડા રજુ કરવામાં આવ્યા હતા. જેમાં હાલ કોવિડ દર્દીઓની સંખ્યા ૭૬ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં અન્ય જીલ્લાના ચાર દર્દી ઉમેરી ટોટલ ૮૦ રજુ કરવામાં આવ્યો છે. જયારે આજ દિવસ સુધીનો મૃત્યાંક સાત જાહેર કરાયો છે.  જેમાં એક અન્ય જીલ્લાના દર્દીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કુલ જામનગર જીલ્લાના ૧૬૦ અને અન્ય જીલ્લાના પાંચ મળી કુલ ૧૬૫ દર્દીઓ દર્સાવવામાં આવ્યા છે. જેમાંથી ૭૮ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

માહિતી ખાતા દ્વારા જાહેર કરાયેલ આંકડા

આરએસી દ્વારા રજુ કરવામાં આવેલ આ આકડાઓ બાદ પોણા કલાકના અંતરે માહિતી ખાતા તરફથી એક મેડીકલ બુલેટીન બહાર પાડવામાં આવ્યું હતું. જેના આકડા અનુસાર, કોવિડ હોસ્પીટલમાં ૭૦ દર્દીઓ જામનગરના અને ૪ દર્દીઓ અન્ય જીલ્લાના મળી કુલ ૭૪ દર્દીઓ દાખલ હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે સાથે સાત દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ યાદીમાં સમરસ હોસ્ટેલમાં કુલ ૬૪ અને ખાનગી ક્વોરેનટાઈન સેન્ટરમાં ૧૦૭ મળી કુલ ૧૭૧ અન્ડર ઓબ્જર્વેશન ક્વોરેનટાઈન ફેસેલીટીમાં દર્શાવવામાં આવ્યા છે. જો કે મોડી રાત્રે વધુ છ દર્દીઓ પોજીટીવ આવ્યા હોવાનો તંત્ર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે.

મહાનગરપાલીકા દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ  

 ૧. કોરેન્ટાઇન વ્યક્તિઓની માહિતી:-

હાલમાં કોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓ : ૨૧૫

ઇન્સ્ટીટયુનલ કોરેન્ટાઇન : ૭૧

હોટેલ કોરેન્ટાઈન : ૯૮

 ૨. કોરોના સેમ્પલ અંગેની માહિતી :-

અત્યાર સુધીમાં લેવાયેલ સેમ્પલ :- ૩૬૦૧

  (તારીખ:-૨૩/૦૬/૨૦૨૦ થી ૨૪/૨૦૨૦ સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)

કુલ પોઝીટીવ મળેલ સેમ્પલ : ૧૧૯

નેગેટીવ સેમ્પલ : ૩૪૮૨

– આજે લીધેલ સેમ્પલ : ૬૬

 – (તારીખ:-૨૩/૦૬/ર૦ર૦ થી ૨૪૬/ર૦૧૭ સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)

૩.  પોઝીટીવ કેસની માહિતી :

આજની તારીખે શહેર વિસ્તારમાં મળેલ પોઝીટીવ કેઈસ :- (૧૨)

તારીખ:-૨૩/૬/૨૦૨૦ થી ૨૪/૬/૨૦૨૦ સાંજના ૫.૦૦ વાગ્યા સુધી)

આજની તારીખે હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા :- (૬)

આજ સુધી હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ સાજા થયેલ) ની સંખ્યા :- (૫૨)

અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા (૪)

આજની તારીખે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 🙁0)

 ૪. કન્ટેઈનમેન્ટ ઝોનની માહિતી :-

આજ દિન સુધી જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા :-(૭૮)

આજ દિન સુધી સક્રિય રહેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા (૬૭)

આજના દિવસમાં જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા (૧૦)

આજ રૌજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :-ઘર-૭૩૬, વસ્તી=૨૭૩૮

૫. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી :-

ગઈ કાલ સુધી સ્ક્રીનીંગ થયેલ કુલ વસ્તીની સંખ્યા :-૧૬,૮૧,૦૮૬

ગઈ કાલ સુધી સર્વે થયેલ કુલ ઘરની સંખ્યા :-૩,૮ર,પ૭

ગઈકાલે સ્ક્રીનીંગ થયેલ વસ્તીની સંખ્યા : ૫૦૬૫૬

– ગઈ કાલૈ સર્વે થયેલ ઘરની સંખ્યા : ૧૨૨૯૨

 ૬. ઉકાળા-હોમિયોપેથી દવાઓનું વિતરણ :-

ઉકાળા વિતરણ કરવામાં આવેલ કુલ વ્યક્તિની સંખ્યા : ૭૫૬૩૯

હોમિયોપેથી દવાનું વિતરણ સંખ્યા ૭૧૩૯૨

હવે આવે છે મુદ્દાની વાત, આરએસી અને માહિતી ખાતાના આકડામાં પોજીટીવ દર્દીઓમાં વિસંગતતા આવે છે. બંનેમાં બે દર્દીઓનો તફાવત છે. જયારે માહિતી ખાતા અને જેએમસીના આકડામાં તો જમીન-આસમાનનો તફાવત આવે છે. જેમાં ક્વોરેનટાઈન કરેલા વ્યક્તિઓની સંખ્યા ક્યાય બંધ બેસતી નથી, ઉપરાંત કોરોનાને લઈને મોતની સંખ્યા કુલ સાત થઇ છે. પણ મહાપાલિકા પોતાના વિસ્તારમાં ચાર જ બતાવે છે. જેમાં પણ વિસંગતતા જોવા મળે છે. મહાનગર પાલિકાએ તો હદ જ કરી નાખી છે. કારણ કે શહેરની વસ્તી પાંચ લાખ અને નગરસીમના ભળેલા વિસ્તારની અઢી લાખ મળી કુલ સાડા સાત લાખ થાય છે. તમે ઉપરના આકડા વાંચજો, સર્વે અને સ્ક્રીનીંગ અને ઘરની સંખ્યા ક્યાય બંધ બેસતી નથી, શું મહાનગર પાલીકાએ બે-ત્રણ વખત શહેરમાં સર્વે કરી નાખ્યો ? તમારા સુધી તંત્ર પહોચ્યું  છે ?

સુત્રોનું માનવામાં આવે તો માહિતી ખાતા તરફથી ગઈ કાલે રાત્રે જે બુલેટીનમાં દર્દીઓના સરનામાંની વિગતો આપી તેમાં જ જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારીનો રીપોર્ટ પોજીટીવ જાહેર કરાયો છે, ગાંધીનગર વિસ્તારમાં ગોકુલ એવન્યુમાં રહે છે. જો કે માહિતી ખાતેએ આ દર્દીને પુરુષમાં સમાવેશ કર્યો છે. આ ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે કે પછી ભૂલ જ છે એ તો તંત્ર જ કહી શકે,

આ તમામ બાબતો ખરેખર લોકોને કે મીડીયાને ગળે ઉતરતી નથી. જેએમસી અને આરોગ્ય તંત્ર દ્વારા એક સયુંકત પ્રેસ મીટ યોજી આવી વિસંગતતા દુર કરવી જોઈએ તો જ મીડિયાનો ખરો મેસેજ સમાજ સુધી પહોચશે. આકડાઓની આ માયાજાળ વચ્ચે એક વાત સ્પષ્ટ થાય છે કે જેએમસી, વહીવટી અને જીલ્લા પંચાયત અને આરોગ્ય શાખા વચ્ચે ક્યાંક ચેઈન તૂટે છે. આ ચેઈનને જોડવા માટે તમામ તંત્રએ સંકલન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here