…ને બે થી છ વર્ષના ત્રણ ટબુડીયાં ચોધાર આશુએ રડી પડ્યા

0
568

જામનગર : માત્ર દસ મિનીટ પૂર્વે જ હસતા રમતા શ્રમિક પરિવાર પર એકાએક આભ ત્યારે ફાટી પડ્યું જયારે મોટરસાયકલ લઇ ત્રણ સંતાનોના પિતા પરત જ ન ફર્યા, જામનગર નજીક પુર ઝડપે પસાર થતા એક ડમ્પરે જોરદાર ઠોકર મારતા ચાલક શ્રમિકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું ને માસુમ સંતાનો પરથી છત્રછાયા ભુસાઈ ગઈ,

જામનગર નજીક વિજરખી ગામ પાસે ગઈ કાલે બપોર બાદ એસ્સારના પેટ્રોલ પંપ પાસે પુર ઝડપે દોડતા એક બમ્પરની સાથે મોટર સાયકલ અથડાતા જોરદાર અકસ્માત થયો હતો. જેમાં મોટર સાયકલ ચાલક ભૂચરભાઈ કકુભાઈ ભૂદેડીયા ઉવ ૩૨ નામના યુવાન શ્રમિકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના જુબડ તાલુકાના સાકુટા ગામના મૃતક અહી સુવારડા ગામે નીલેશભાઈ ભાનુશાળીની વાડીએ ખેત મજુરી કરવા આવ્યા હતા. ઘરના મોભીના મૃત્યુના પગલે તેમના બે પુત્ર અને એક પુત્રી સહિતના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. દસ મિનીટ પૂર્વે ભાગ લઇ આવું છે હમણાં ગાડીમાં પેટ્રોલ પુરાવી આવું છું એમ કહી નીકળેલ પિતાના મૃત્યુના પગલે ત્રણેય સંતાનો અને તેની પત્નીએ ચોધાર આશુએ પોક મુકતા વાતાવરણમાં ગમગીની પ્રશરી ગઈ હતી.

પેટનો ખાડો પૂર્વ છેક અહી સુધી લંબાયેલ પત્ની અને માસુમ બાળકોને ક્યાં ખબર હતી કે પલ વારમાં જ પોતાની છત્રછાયા ભુસાઈ જશે ? અ બનાવના પગલે પંથકમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. પંચકોશી એ ડીવીજન પોલીસે નાશી ગયેલ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here