જામનગર : તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે આહીર યુવા અગ્રણીની પસંદગી

0
1050

જામનગર : વિશ્વવ્યાપી મહામારી કોરોનામાં લોકોને તમામ પ્રકારે મદદરૂપ થવા માટે સરકાર સાથે ભાજપ પીએન પક્ષીય ધોરણે કાર્યકરોના સહયોગ સાથે કદમ મિલાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલની સૂચનાથી જિલ્લા સંરચના અધિકારી બાબુભાઈ, જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સાથે પરામર્શ કરી તાલુકા સ્તરના  હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જેમાં જામનગર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ગુલાબનગરના નારાયણ નગર વિસ્તારમાં રહેતા ખીમાણીયા બિપિનભાઈ પરબતભાઈની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ દ્વારા કરાયેલ આ નિમણૂકને કાર્યકર્તાઓ તથા આગેવાનોએ અભિનંદન પાઠવી સુભેચ્છાઓ પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here